અવસાન/ ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલનું ઓ.પી. કોહલીનું નિધન, રાજકીય માહોલમાં શોકનું મોજું

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  તેઓએ 87 વર્ષની જૈફ વયે તેઓનું નિધન થયું હતું. આ અંગેની જાણકારી મળતા ભાજપના અનેક નેતાઓએ તથા કાર્યકરોએ સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

Top Stories Gujarat Others
ઓ.પી. કોહલીનું નિધન

ભાજપ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  તેઓએ 87 વર્ષની જૈફ વયે તેઓનું નિધન થયું હતું. આ અંગેની જાણકારી મળતા ભાજપના અનેક નેતાઓએ તથા કાર્યકરોએ સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.  સરળ સ્વભાવના ઓમપ્રકાશ કોહલીએ ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા  હતા.  તેઓએ કમલા બેનીવાલનો કાર્યકાળ પૂર્ણ થતા આ હોદ્દો સંભાળ્યો હતો.

મુખ્યમંત્રી, રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકીય નેતાઓ સોશિયલ મીડીયા પર પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણકારી મુજબ આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું હતું. ઓમ પ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે ‘ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી’, ‘એજ્યુકેશન પોલિસી’ અને ‘ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના’ જેવા પુસ્તકો લખ્યા છે.

રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પદે પણ સેવા આપી ચૂક્યા હતા.

તેઓ કટોકટીના વર્ષમાં જેલવાસ ભોગવી આવ્યા હતા. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.

8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળીને ફરજ પુરી કરી હતી. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી. કોહલીજીના નિધનથી ભાજપને ખુબ મોટો ફટકો પડ્યો છે. સરળ સ્વભાવના ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા. તેઓએ કમલા બેનીવાલનો કાર્યકાળ પૂર્ણ થતા આ હોદ્દો સંભાળ્યો હતો.

આ પણ વાંચો:મહેસાણા સમૂહ લગ્નમાં સામૂહિક તોડફોડ, પોલીસ સ્ટેશને કેસ પહોંચ્યો

આ પણ વાંચો:AMC માં આરોપ-પ્રતિઆરોપ ભાજપ અદાણીનું તો કોંગ્રેસ પાકિસ્તાનનું એજન્ટ

આ પણ વાંચો:કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

આ પણ વાંચો:ખેડૂતોનો પોકારઃ સરકાર લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ અપાવે