ગાંધીનગર/ અડાલજ નર્મદા કેનાલ પાસે સનસેટ જોવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા, એકનું મોત

અડાલજ નર્મદા કેનાલમાં ચાર મિત્રો સનસેટ જોવા ગયા હતા.તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતા તેને બચાવવા ગયેલા ચાર મિત્રો કેનાલમાં ડૂબ્યા હતા.

Gujarat Others
અડાલજ નર્મદા
  • ગાંધીનગરની કેનાલમાં 4 યુવકો ડુબ્યા
  • અડાલજ નર્મદા કેનાલમાં ડુબ્યા યુવકો
  • ચાર મિત્રો સનસેટ જોવા કેનાલમાં ગયા
  • યુવકનો પગ લપસી જતા બચાવવા ગયા મિત્રો
  • ત્રણ લોકો આબાદ બચાવ થયો
  • એક યુવકની લાશ મળી

ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલમાં ચાર યુવકો ડૂબતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદમાં ફરવા ગયેલા યંગસ્ટર્સ સાથે અકસ્માત સર્જાયો છે. અડાલજ નર્મદા કેનાલમાં ચાર મિત્રો સનસેટ જોવા ગયા હતા.તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતા તેને બચાવવા ગયેલા ચાર મિત્રો કેનાલમાં ડૂબ્યા હતા. જેમાં ત્રણ યુવાઓનો આબાદ બચાવ થયો એક યુવકનો મૃતદેહ મળ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતી કલાકારોમાં ફેલાયો કોરોના, ફિલ્મ ‘છેલ્લો દિવસ’નો આ એક્ટર થયો પોઝિટિવ

આપને જણાવી દઈએ કે, ગત સાંજે આ બનાવ બન્યો હતો. એસજી હાઈવે પર આગળ જતા અડાલજ કેનાલ આવેલી છે. આ કેનાલને અડીને વોટર સાઈડ હોટલ આવેલી છે. નિરમા યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ વોટર સાઈડ હોટલમાં જમવા ગયા હતા. જેમાં એક વિદ્યાર્થીની પણ સામેલ હતા. ચારેય વિદ્યાર્થીઓ હોટલ પાસેની કેનાલ પાસે સનસેટ જોવા માટે પહોંચ્યા હતા. જેમાં એક યુવક કેનાલમાં લપસ્યો હતો. જેમાં અન્ય ત્રણ યંગસ્ટર્સ તેને બચાવવા ગયા હતા. પરંતુ યુવક બચી શક્યો ન હતો.

આ પણ વાંચો :ચાંદખેડા પોલીસની દાદાગીરી આવી સામે, બે સગીરને માર્યો ઢોરમાર

મહત્વનું છે કે, આ પહેલા ચાર યુવાનો જન્મદિવસની ઉજવણીને લઈને  દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલ પાસે એકઠા થયા હતા. ઉજવણી બાદ ચારેય યુવાનો કેનાલમાં ન્હાવા પડતા ચારેય યુવાનો કેનાલમાં ગરકાવ થઇ ગય હતા.  ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ

આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં આજે પણ માવઠાની આગાહી વચ્ચે પોરબંદર-દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદ ચાલુ

આ પણ વાંચો :કોરોનાનાં કેસ વધતા હવાઈ મુસાફરીને અસર, રાજકોટથી મુંબઈ જતા યાત્રીઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન