Gujarat Budget 2022/ બજેટ સત્રના આરંભથી જ હોબાળો, રાજ્યપાલના ભાષણ સમયે જ લાગ્યા નારા

વિધાનસભા સત્રના આરંભે જ કોંગ્રેસે હોબાળો કર્યો. કોંગ્રેસે ભાજપને નિશાને લઇ રાજ્યમાં ડ્રગ માફિયા મોજમાં છે અને ગૃહમંત્રી આ મુદ્દે ગૃહ રાજમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.  

Top Stories Gujarat Others
બજેટ સત્રના
  • બજેટ સત્રના આરંભથી જ હોબાળો
  • રાજ્યપાલશ્રીના ભાષણ સમયે થયો હોબાળો
  • કોંગ્રેસ દ્વારા નારા અને પ્લ-કાર્ડ થકી હોબાળો
  • ભાજપ તારા રાજમાં, ડ્રગ માફિયા મોજમા સુત્રો થકી હોબાળો
  • કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાનો લગાવ્યો નારો

વિધાનસભા સત્રના આરંભે જ કોંગ્રેસે હોબાળો કર્યો. કોંગ્રેસે ભાજપને નિશાને લઇ રાજ્યમાં ડ્રગ માફિયા મોજમાં છે અને ગૃહમંત્રી આ મુદ્દે ગૃહ રાજમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. આજથી આરંભાયેલા બજેટ સત્રના આરંભે જ હોબાળો થતા ગૃહમાં નારા લાગ્યા છે. કોંગ્રેસી ધારાસભ્યો બેનરો અને પ્લેકાર્ડથી વિરોધ નોંધાવ્યો હતો. સાથે ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાના નારાથી ગૃહ ગુંજી ઉઠ્યું હતુ. કોંગ્રેસે પ્લે-કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી હતી.

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ દેવવ્રત પાઠકના પ્રવચન આરંભ થતા જ કોંગ્રેસે હોબાળો શરુ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ટેક્સટાઇલ્સના નાના એકમો બંધ થતાં પ્લે-કાર્ડ અને સુત્રો વાળા પોષાક સાથે પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના હોબાળા વચ્ચે ભાજપના સભ્યો શાંત હતા. કોંગ્રેસના સભ્યો નારા સાથે ઉશ્કેરાયેલા હતા. કેટલાંક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા. વિધાનસભામાં પ્રજાના મુદ્દે નક્કર કાર્યવાહિના બદલે હવે હોબાળો અને વેલમાં ઘસી જવાની ઘટના સામાન્ય બનતી જાય છે જે લોકશાહી માટે ખતરાની નિશાની છે.

આ પણ વાંચો :અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાના મંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ, જાણો શું થયું પછી

આ પણ વાંચો :યુક્રેનના સુમિ ખાતે ફસાયા 400 વિદ્યાર્થીઓ, યુધ્ધને લઈ વ્યાપ્યો ભયનો માહોલ

આ પણ વાંચો :વિકાસ ગાંડો થયો: અમદાવાદના તૂટેલા રોડની પાંચ વર્ષથી સમસ્યા

આ પણ વાંચો :શું ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમશે ગુજરાત સરકાર, આ સ્કીમ અંગે આવશે ખાસ સમાચાર