Covid-19/ આજથી AMTS-BRTS માં કરવી છે સફર તો લેવી પડશે વેક્સિન, જાણો વિગત

જેની સંભાવના હતી તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જી હા, દિવાળી બાદ હવે રાજ્યમાં કોરોનાનાં કેસમાં વધારો નોંધાયો છે. જો કે હજુ પણ સરકાર સ્થિતિને કાબુમાં મેળવી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
AMTS-BRTS માં રસી વિના નો એન્ટ્રી

જેની સંભાવના હતી તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જી હા, દિવાળી બાદ હવે રાજ્યમાં કોરોનાનાં કેસમાં વધારો નોંધાયો છે. જો કે હજુ પણ સરકાર સ્થિતિને કાબુમાં મેળવી શકે છે. આ વાયરસ પર કાબુ મેળવવા માટે એકમાત્ર વેક્સિન ઇલાજ છે. સરકારે વેક્સિન લેવી ફરજીયાત ભલે ન કરી હોય પરંતુ હવે એવા ઘણા સ્થળો છે કે જ્યા જવા માટે તમારે કોરોનાની રસી લીધી હોવી જરૂરી છે. આ કડીમાં હવે અમદાવાદ મનપાએ મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / સતત વધી રહી છે ગૌતમ અદાણીની સંપત્તિ, આ મામલે અંબાણી અને જેફ બેજોશને છોડ્યા પાછળ

આપને જણાવી દઇએ કે, ગુરુવારે રાજ્યમાં અચાનક કોરોનાનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. દિવાળીમાં ખાસ કરીને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે બહાર નિકળ્યા હતા, જેની અસર હવે જોવા મળી રહી છે. અમદાવાદરમાં કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંક્રમણને નિયંત્રિત કરવા મોટો નિર્ણય લેવાયો છે. હવે આજથી જો AMTS-BRTS માં તમારે સફર કરવી છે તો તમારે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોવાનુ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ કરવા પાછળનું કારણ કોરોનાનાં વધતા કેસ કહેવાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં 9 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે હવે જો કોરોના પર કાબુ મેળવવો હોય તો રસી જ એકમાત્ર રામબાણ ઇલાજ સમજીને લેવી પડશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના રસીનાં 73,84,693 ડોઝ શહેરીજનોને આપવામાં આવ્યા છે. આ પૈકી 46,91,647 લોકોને રસીનો પહેલો ડોઝ અને 26,93,046 લોકોને રસીનાં બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોરોનાનાં નવા કેસ નોંધાવવામાં ઉછાળો આવતા તંત્ર સફાળુ જાગ્યુ છે. હવે આ વધતા કેસો પર કંટ્રોલ મેળવવા માટે અમદાવાદ મનપા દ્વારા આ મોટો નિર્ણ લેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…