Vadodara/ દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

દીકરીની જાન આવે તે પહેલા જ પિતાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 07T145926.490 દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

વડોદરા શહેરમાં એક કરૂણ ઘટના સામે આવી છે. દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે શરણાયોના સુમધુર સૂર માતમમાં ફેરવાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની ઘટના બની છે.

માહિતી અનુસાર, શહેરના નવાયાર્ડ પાસે આવેલા લાલપુરા ગામમાં દીકરાના લગ્નની જાન નીકળે તે પૂર્વે પિતાની અંતિમયાત્રા નીકળી હતી. લગ્નના બંધાયેલા મંડપમાં મગનભાઈ સોલંકીને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યા હતા. પરિવારજનો તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. લગ્નમંડપમાં ઢોલ અને શરણાઈના સૂર ગુંજવાને બદલે મરસિયા ગવાયા હતા.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: