Not Set/ 26 લોકસભા ચૂંટણી જીતવા મુદ્દે યોજાઇ બેઠક, ગુજરાત મારા માટે નવુ નથી: ઓમપ્રકાશ માથુર

ગાંધીનગર, ભાજપની લોકસભા ચૂંટણીને લઇ કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રભારી ઓમપ્રકાશ માથુરે જણાવ્યુ હતુ કે હુ ગુજરાત સરકારે લીધેલ 10 અનામતનો નિર્ણયએ ખૂબ જ સારો છે. આ વ્યવસ્થાથી યુવાનોને ખૂબ લાભ થશે..પાછલી લોકસભા ચુંટણીમાં હુ અહીયા જ હતો. ગુજરાત મારા […]

Top Stories Gujarat Videos
mantavya 265 26 લોકસભા ચૂંટણી જીતવા મુદ્દે યોજાઇ બેઠક, ગુજરાત મારા માટે નવુ નથી: ઓમપ્રકાશ માથુર

ગાંધીનગર,

ભાજપની લોકસભા ચૂંટણીને લઇ કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રભારી ઓમપ્રકાશ માથુરે જણાવ્યુ હતુ કે હુ ગુજરાત સરકારે લીધેલ 10 અનામતનો નિર્ણયએ ખૂબ જ સારો છે. આ વ્યવસ્થાથી યુવાનોને ખૂબ લાભ થશે..પાછલી લોકસભા ચુંટણીમાં હુ અહીયા જ હતો. ગુજરાત મારા માટે નવુ નથી. આઝાદી બાદ દેશમાં એક એવા પીએમ આવ્યા છે.જેમણે ગરીબ, ખેડૂત દરેકની ચિંતા કરી છે.

ઓમપ્રકાશ માથુરે કહ્યું કે, 2014 પહેલા દેશનું નેતૃત્વ ભયના માહોલમાં જીવતુ હતું. અમેરિકા જશું તો રશિયા નારાજ થશે. ચીન જશુ તો જાપાન નારાજ થશે એવું બધુ થતું.

આ તમામ બેરિયરને તોડીને મોદીજીએ સમગ્ર વિશ્વમાં આપણું એક સ્થાન બનાવ્યું છે. આજે આખી દુનિયા આપણી વાત સાંભળવા તૈયાર છે. આજે દુનિયાભરની સેના પણ આપણી સાથે મળીને યુદ્ધભ્યાસ કરી રહી છે.