liquor case/ મહિસાગરમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 9.50 લાખનો મુદ્દામાલ કબજે

મહિસાગરના સંતરામપુર લુણાવાડા હાઈવે પરથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ કારમાંથી 1.42 લાખનો દારૂ મળીને કુલ રૂપિયા…….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 11T131413.072 મહિસાગરમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 9.50 લાખનો મુદ્દામાલ કબજે

Mahisagar News: મહિસાગરના સંતરામપુર લુણાવાડા હાઈવે પરથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ કારમાંથી 1.42 લાખનો દારૂ મળીને કુલ રૂપિયા 9,52,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે મહિસાગરના સંતરામપુર લુણાવાડા હાઈવે પર મહિન્દ્રા એક્સયુવી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કારમાંથી રૂ.1.41,480 નો દારૂ, મહિન્દ્રા કાર, બે મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂ. 9,52,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં ઘીકાંટા ખાતે રહેતા માંગીલાલ એમ.દરજી અને રાજસ્થાનના દેવેન્દ્રસિંહ એન.ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો કારમાં ભરી આપનારા ચીન્ટુ ઉર્ફે બાના ચૌહાણ અને નડિયાદ ખાતે દારૂ લેવા આવનારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…