ગુજરાત/ સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજારથી વધુ ઓરડાની ઘટ, આમ ‘ભણશે ગુજરાત’ !

ગુજરાતમાં પ્રાથમિક શાળાની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. વર્ષ 2020-21માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 18 હજાર 537 ઓરડાની ઘટ હતી જે હવે વધીને 19 હજાર 128 થઇ ગઇ છે.

Top Stories Gujarat
Untitled 9 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજારથી વધુ ઓરડાની ઘટ, આમ 'ભણશે ગુજરાત' !

ગુજરાતમાં પ્રાથમિક શાળાની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. વર્ષ 2020-21માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 18 હજાર 537 ઓરડાની ઘટ હતી જે હવે વધીને 19 હજાર 128 થઇ ગઇ છે. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો લેખિતમાં જવાબ આપતાં રાજ્ય સરકારના શિક્ષણમંત્રીએ આ માહિતી આપી.

જે મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 સરકારી ઓરડાઓની ઘટ છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટની સંખ્યા 2015માં 8 હજાર 388 હતી. માર્ચ 2018માં આ ઘટ 16 હજાર 8 થઈ હતી. વર્ષ 2019-20માં રાજ્યમાં માત્ર 1742 ઓરડા અને વર્ષ 2020-21માં રાજ્યમાં માત્ર 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અછતની વાત કરીએ તો અમદાવાદમાં 477, સુરેન્દ્રનગરમાં 508, બનાસકાંઠામાં 1532, પંચમહાલમાં 1209, ભાવનગરમાં 966, વડોદરામાં 505, અરવલ્લીમાં 734, સાબરકાંઠામાં 941 , મહેસાણામાં 947, વલસાડમાં 759, દાહોદમાં 1688, અને ખેડામાં 1089 ઓરડાની ઘટ છે.

તે ઉપરાંત રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજળીની પાયાની સુવિધા જ ઉપલબ્ધ નથી. રાજ્યમાં 5 હજાર 439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્‍ડ વોલ પણ નથી. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો લેખિતમાં જવાબ આપતાં રાજ્ય સરકારના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 સરકારી ઓરડાઓની ઘટ છે.

રાજ્યમાં બાળકો માટે આંગણવાડીનો જે આયોજન થયું છે તેમાં કોંગ્રેસના સભ્યોના પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે રાજ્યમાં ભાડાના મકાન કે અન્ય સ્થળોએ ચાલતી આંગણવાડીની સંખ્યા 7408 છે. રાજ્યમાં ભુલકાઓને યોગ્ય સુવિધા વગરની આંગણવાડીમાં ભણાવાય છે તે સરકારે આડકતરી રીતે સ્વીકારી લીધું હતું.

Ukraine Crisis / નો ફ્લાય ઝોનના મુદ્દે નાટો યુક્રેનની માંગ કેમ નથી સ્વીકારી રહ્યું?

Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?

Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!

ભ્રષ્ટતંત્ર / AMCમાં કૌભાંડ કરો અને છૂટી જાવ : ‘બેશરમ’ સિલસિલો