Not Set/ સરકાર લાગી જનજીવન થાડે પાડવાનાં કામે, સ્થળાંતરીત 2.75 લોકોને પરત મોકલાશે

“વાયુ” હવાયુ અને ઓમાન તરફ ફંટાતા સરકાર સહિત સમગ્ર દેશ અને રાજ્યની પ્રજાને પણ હાશ કારો થયો. ગુજરાત સરકાર દ્રારા વાયુને જરા પણ હળવાશથી લેવામાં આવ્યુ ન હતુ અને સારકાર દ્રારા તમામ સ્તરે ભરપુર તૈયારી અન આગમ ચેતીનાં પગલા લેવામાં આવ્યા હતા. તો વાયુનો ખતરો હવે ટળી જતા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનાવવા સરકારે […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
vijay rupani 650x400 51513768183 1 સરકાર લાગી જનજીવન થાડે પાડવાનાં કામે, સ્થળાંતરીત 2.75 લોકોને પરત મોકલાશે

“વાયુ” હવાયુ અને ઓમાન તરફ ફંટાતા સરકાર સહિત સમગ્ર દેશ અને રાજ્યની પ્રજાને પણ હાશ કારો થયો. ગુજરાત સરકાર દ્રારા વાયુને જરા પણ હળવાશથી લેવામાં આવ્યુ ન હતુ અને સારકાર દ્રારા તમામ સ્તરે ભરપુર તૈયારી અન આગમ ચેતીનાં પગલા લેવામાં આવ્યા હતા. તો વાયુનો ખતરો હવે ટળી જતા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનાવવા સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. આવતીકાલથી તમામ શાળા, કોલેજ,  પોર્ટ, બંદર, માર્કેટીંગ યાર્ડ સહિતનાં સંસ્થાનોને રાબેતા મુજબ ચાલુ કરી દેવામા આવશે. તો સાથે સાથે સ્થળાંતર કરેલા 2.75 કરતા પણ વધુ લોકોને પરત મોકલાવાની વ્યાવસ્થા કરવામા આવી છે.

વાયુ વાવાઝોડાનો મક્કમતાથી મૂકાબલો કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે માસ્ટર પ્લાન બનાવી કરેલી આયોજનબદ્ધ કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા મહિલાઓને અસુરક્ષિત સ્થાનથી લઈ સુરક્ષિત સ્થાને, હોસ્પિટલમાં ખસેડવાની અને તેમની પ્રસુતિ સમયે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનાં માનવીય અભિગમવાળું આયોજન કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રૂપાણી સરકારનાં વિવિધ વિભાગ-તંત્ર અને એનડીઆરએફ સહિત બચાવ ટીમની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. આપને જણાવી દઇએ કે સરકારે વાયુ વાવાઝોડા વચ્ચે 10 જિલ્લાની 6 હજાર જેટલી સગર્ભા મહિલાઓ માટે કરેલી 383 એમ્બ્યુલન્સ ઉપરાંતની ખાસ તબીબી વ્યવસ્થા કરી હતી.

heavy rain સરકાર લાગી જનજીવન થાડે પાડવાનાં કામે, સ્થળાંતરીત 2.75 લોકોને પરત મોકલાશે

વાયુ વાવાઝોડાની અસર ખતમ થઈ જતા રૂપાણી સરકારે વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત વાયુ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સલામત સ્થળે સ્થળાંતર કરાયેલા 2.75 લાખ લોકોને પરત મોકલવામાં આવશે. ઉપરાંત આવતીકાલથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ જશે અને સૌથી અગત્યનું સૌરાષ્ટ્ર-કચ્છનાં પોર્ટ-બંદર પર આવતીકાલથી તમામ ગતિવિધિઓ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. હાલ રાજ્યમાં હવામાનની પરિસ્થિત સામાન્ય છે. અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાની કે કોઈ જીવ મૃત્યુ-ઈજા પામ્યાનાં અધિકૃત સમાચાર મળ્યા નથી. વાયુ વાવાઝોડાનો ખતરો હવે નથી રહ્યો તેમ છતાં એનડીઆરએફ, સેના, સરકારી અધિકારીઓ હજુ કોઈપણ સમસ્યાનો સામનો કરવા તથા તમામ સ્થિતિ સામાન્ય બની ન જાય ત્યાં સુધી ખડેપગે છે. આમ, વાયુ વાવાઝોડાના ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ આવવાના એંધાણથી લઈ અત્યાર સુધીમાં વાયુ વાવાઝોડાની અસર ખતમ થઈ ગયા સુધી રૂપાણી સરકારની તમામ મોરચે કરવામાં આવેલી કામગીરી ઉડીને આંખે વળગે એવી નોંધનીય બની છે.

સાથે સાથે જુઓ આ વિડીયો પણ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.