Bhavnagar municipality/ ભાવનગર મનપાની ઘોર બેદરકારી,રી ડેવલોપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ,હજુ સુધી કોઈ સુધારો નહિ

ભાવનગર મનપા દ્વારા દર વર્ષે બજેટમાં બાગ બગીચા રી ડેવલોપમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે હાલ પણ મહિલા બાગમાં સર્વાંગી વિકાસ માટે મોડલ બાગ બનાવની જાહેરાત કરી હતી.

Gujarat Others
ભાવનગર

ભાવનગર મનપા દ્વારા દર વર્ષે બજેટમાં બાગ બગીચા રી ડેવલોપમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે હાલ પણ મહિલા બાગમાં સર્વાંગી વિકાસ માટે મોડલ બાગ બનાવની જાહેરાત કરી હતી. પરંતુ આજ દિન સુધી આ બાગમાં વિકાસનું બીજ પણ રોપયુ નથી ઉલટાનું આ મહિલબાગ ભંગારનું ગોડાઉન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

એક તરફ સરકાર મહિલા સશકિતકરણની ઢોલ ટીપીને મસમોટી વાતો કરે છે. ત્યારે બાર વર્ષ પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતનુ પણ પાલન કરતા નથી. મ્યુનિ. તંત્ર દ્રારા મહિલા બાગની જાળવણી સુધ્ધા થતી નથી. ઉલટાનું બાગની દુર્દશા થઈ ગઈ છે તો જાણવાની રાખવાને બદલે ખુદ મનપાનો ભંગાર સ્ક્રેપ આ મહિલા બાગમાં જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરનો એકમાત્ર મહિલા બાગની હાલત શહેરના એક માત્ર મહિલા મેયર મહિલા,બાળ વિકાસ મંત્રીને ધ્યાને પણ ચડતી નથી ત્યારે માની શકાય છે કે બનાવેલા મહિલા નેતાઓ માત્ર કટપુતળી છે બાકી વહીવટ બીજા કરે છે બાકી શહેરના એક માત્ર મહિલા બાગની દશા કઈક આવી ના હોત ત્યારે તાકીદે આ મહિલા બાગ ને રીડેવલોપ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

4 15 ભાવનગર મનપાની ઘોર બેદરકારી,રી ડેવલોપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ,હજુ સુધી કોઈ સુધારો નહિ

ભાવનગરમાં આમ તો વિકાસની વાતો કરતા નેતાઓને વિકાસ માત્ર કાગળ પર કરી સસ્તી પ્રસિદ્ધિમાં રસ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે શહેરની મધ્યમાં આવેલ મહિલા બાગનો વિકાસ આખે ઉડીને વળગે તેવો થયો છે. છેલ્લા ઘણા સમયથી મહિલા બાગની હાલત બતરહાલત બની ગઈ છે બાગમાં આવેલ બાળકો ને રમત ગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ બાગમાં લોકો ને બેસવા માટેનાં બાકડાની હાલત પણ કઈક આવી જ જોવા મળી રહી છે તો સાથે બાગમાં રહેલ લાઈટીંગ તેમજ પાણી કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી બાગમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા નજરે ચડે છે ત્યારે આ બાબતે શહેર ની સ્થાનિક સમાજ સેવી મહિલા ઓ એ મનપા કચેરી અનેક વાર રજૂઆત કરવા છતાં બાગની મરામત કે સમાર કામ કરવામાં આવ્યું નથી તો બાર વર્ષે પૂર્વે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આ બાગને રોયલ મોડેલ બાગ બનાવાની જાહેરાત કરી હતી પરંતુ બાગ તો રોયલ મોડેલ બાગ નાં બન્યો ઉલટાનું બાગ ની હાલત અતિશય દયનીય બની ગઈ છે.



આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: