સુરેન્દ્રનગર/ દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

ચોટીલામાં તબીબોની બેદરકારીના કારણે એક પાંચ વર્ષના બાળકનો જીવ જતા જતા બચી ગયો.આવો જાણીએ શું છે સમગ્ર મામલો…..

Gujarat Others Videos
Mantavyanews 30 3 દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ
  • સુરેન્દ્રનગરના ચોટીલામાં તબીબની બેદરકારી
  • બાળકની ટ્રીટમેન્ટ સમયે સોઇ પેટમા જતી રહી
  • 5 વર્ષના બાળકને દાંતની ટ્રીટમેન્ટ માટે લવાયો હતો

Surendranagar News: દુનિયામાં એવા ચમત્કારો છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. ક્યારેક કોઈ મૃત્યુને હરાવીને પાછો આવે છે. તો ક્યારેક ધરતીના ભગવાન કહેવાતા ડોક્ટરો પણ મોટી ભૂલ કરી બેસે છે. આવો જ એક કિસ્સો ત્યારે સામે આવ્યો જેમાં ચોટીલામાં તબીબોની બેદરકારીના કારણે એક પાંચ વર્ષના બાળકનો જીવ જતા જતા બચી ગયો.આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

બન્યું એવું કે, સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી મા દાંતની હોસ્પિટલમાં બાળકને દાંતની સારવાર માટે લઇ જવાયો હતો. દરમિયાન તબીબની બેદરકારીને કારણે પેટમાં રૂ સાથે સોઇ પણ જતી રહી હતી. તબીબે માત્ર પેટમાં રૂ જ ગયું હોવાનું જણાવ્યું. બાળકની માતાનો દાવો છે કે તેમને શંકા જતાં રાજકોટની હોસ્પિટલમાં એક્સરે કરાવ્યો હતો.

જયારે બાળકની રાજકોટના ડોકટરે તપાસ કરી તો ડોક્ટર મિલી ગોધાણીનો ફાંડ્યો ફૂટ્યો. એટલું જ નહીં આ અંગે તેમને જાણ કરતા ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે પરિવારજનોનું કહેવું છે કે, ડોક્ટર મિલી ગોધાણીએ આ ઘટનાને બાળકની ભૂલ ગણાવી છે.


આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

આ પણ વાંચો:તળાજામાં વ્હાલશોયાના ટુકડા જોઈ પરિવાર સ્તબ્ધ