Not Set/ VHPમાંથી પત્તું કટ થયા બાદ તોગડિયાએ કરી ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત

અમદાવાદ, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો છે. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા ગ્રુપનો પરાજય થયો છે. પ્રવિણ તોગડિયાના નજીકના આગેવાન કહેવાતા રાધવ રેડ્ડી સામેની ચૂંટણી દરમિયાન વિષ્ણુ કોકજેએ જીત હાંસલ કરી હતી. આ સાથે જ […]

Gujarat
Praveen Togdia JGHFG VHPમાંથી પત્તું કટ થયા બાદ તોગડિયાએ કરી ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત

અમદાવાદ,

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો છે. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા ગ્રુપનો પરાજય થયો છે. પ્રવિણ તોગડિયાના નજીકના આગેવાન કહેવાતા રાધવ રેડ્ડી સામેની ચૂંટણી દરમિયાન વિષ્ણુ કોકજેએ જીત હાંસલ કરી હતી.

આ સાથે જ VHPના એક લાંબા સમયગાળા પછી પ્રવિણ તોગડિયા યુગનો અંત આવ્યો છે. તેઓની જગ્યાએ આલોક કુમારની વરણી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ પ્રવિણ તોગડિયાએ હવે આગામી ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

કરોડો હિંદુઓની અવાજ દબાવવાનું કામ કરવામાં આવ્યું : તોગડિયા

પ્રવિણ તોગડિયાએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું, “આજે કરોડો હિંદુઓની અવાજ દબાવવાનું કામ કરવામાં આવ્યું છે. હું આજે મોટી લડાઈ જીતવા માટે નાની હારથી પસાર થઇ રહ્યો છું. હું વીએચપીમાં છેલ્લા ૩૨ વર્ષથી હતો, આજે હું નથી. મારા દ્વારા હંમેશા હિંદુઓની માંગોને બુલંદ કરવામાં આવી રહી છે. હું આગળ પણ કરોડો હિંદુઓ, ખેડૂતો, યુવાનો અને મજૂરોની અવાજ ઉઠાવતો રહીશ.

૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત કરતા તોગડિયા

આ દરમિયાન તેઓએ આગામી ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું, આ ઉપવાસ ખેડૂતો, મહિલાઓ અને મજૂરોની માંગો માટે હશે. તેઓએ રામ મંદિરના નિર્માણ મુદ્દે પણ પોતાની પ્રતિબદ્ધતા બતાવી હતી. આ ઉપરાંત તેઓએ ગૌ-હત્યા, કોમન સિવેલ કોડ, કાશ્મીરમાં હિંદુઓને ફરીથી વસાવવા અંગે પણ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, ગુરુગ્રામમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં કુલ ૧૯૨ સભ્યોએ વોટીંગ કર્યું હતું જેમાં વિષ્ણુ સદાશિવ કોકજેને સૌથી વધુ ૧૩૧ વોટ અને રાધવ રેડ્ડીને ૬૦ વોટ મળ્યા હતા અને વિષ્ણુ કોકજેનો વિજય થયો હતો.

VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીમાં વિજય મેળવનારા કોકજેનો જન્મ ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ મધ્યપ્રદેશ થયો હતો. ઇંદોરથી LLB કર્યા બાદ ૧૯૬૪માં તેઓએ લો ની પ્રેક્ટિસ શરુ કરી હતી. ત્યારે સંયોગ પણ હતો કે આજ વર્ષે ૧૯૬૪માં VHPની સ્થાપના થઇ હતી.

આ પહેલા છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર ચૂંટાઈને આવતા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદની ખુરશી પર પ્રવિણ તોગડિયાને બેસાડતા રહ્યાં છે. પરંતુ આ વખતે જયારે વિષ્ણુ સદાશિવ કોકજે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા તો પ્રવિણ તોગડિયાની ખુરશી જવી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી અને RSSના કારણે તોગડિયાની ખુરશી મુકાઇ ખતરામાં

માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને VHPના પ્રવિણ તોગડિયા વચ્ચે રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ અંગે મતભેદ સપાટી પર આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પ્રવિણ તોગડિયા વચ્ચે પણ હિન્દુત્વના મુદ્દે અંતરના અહેવાલો પ્રાપ્ત થયા હતા.