Not Set/ અમદાવાદ/ આઇસર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત

રાજ્યભરમાં અકસ્માતની વણઝાર ફાટી નિકળી છે ત્યારે હવે અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં અકસ્માત સર્જાયો હતો. નવા મોટર વ્હીકલ નિયમ આવ્યા બાદ પણ અકસ્માતની ઘટનામાં કોઈ ફર્ક પડ્યો હોટ તેમ લાગી રહ્યું નથી. અકસ્માતમાં દિવસે ને દિવસે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર આઇસર […]

Ahmedabad Gujarat
Untitled 62 અમદાવાદ/ આઇસર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત

રાજ્યભરમાં અકસ્માતની વણઝાર ફાટી નિકળી છે ત્યારે હવે અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં અકસ્માત સર્જાયો હતો. નવા મોટર વ્હીકલ નિયમ આવ્યા બાદ પણ અકસ્માતની ઘટનામાં કોઈ ફર્ક પડ્યો હોટ તેમ લાગી રહ્યું નથી. અકસ્માતમાં દિવસે ને દિવસે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર આઇસર ચાલકે એકટિવા ચાલકને અડફેટે લીધો હતો જેથી એકટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું  હતું..અડફેટે લઇને આઇસર ચાલક ફરાર થઇ ગયો હતો.

મહત્વનું છે કે એકટિવા ચાલક હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ તેનો જોવ બચી શક્યો નહી.

ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અન ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.