Not Set/ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામ ઉપયોગ કરવા મામલે કોમર્શિયલ કોર્ટમાં કરાઈ અરજી

અમદાવાદ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને મામલે કોમર્શિયલ કોર્ટમાં કેસ  દાખલ થયો હતો. અરજદાર વિશાલ દેસાઈના વકીલ ઋષાંગ મહેતા દ્વારા ટ્રેડમાર્કનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના વતીની અરજીમાં કોર્પોરેશન સહીત કુલ ત્રણ જેટલા પક્ષકારોની સામે ૧૦ કરોડ રૂપિયાનો વળતર આપવાની રજુઆત કરી હતી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ અરજદારનો હતો એવું તેમણે અરજીમાં કોર્ટને જણાવ્યું […]

Ahmedabad Gujarat
mantavya 486 અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામ ઉપયોગ કરવા મામલે કોમર્શિયલ કોર્ટમાં કરાઈ અરજી

અમદાવાદ,

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને મામલે કોમર્શિયલ કોર્ટમાં કેસ  દાખલ થયો હતો. અરજદાર વિશાલ દેસાઈના વકીલ ઋષાંગ મહેતા દ્વારા ટ્રેડમાર્કનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં તેમના વતીની અરજીમાં કોર્પોરેશન સહીત કુલ ત્રણ જેટલા પક્ષકારોની સામે ૧૦ કરોડ રૂપિયાનો વળતર આપવાની રજુઆત કરી હતી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ અરજદારનો હતો એવું તેમણે અરજીમાં કોર્ટને જણાવ્યું હતું.

તેમના કન્સેપટ વાળા બેનર તેમજ હોર્ડિંગ્સને રિવરફ્રન્ટ પર મુકવામાં આવ્યા હતા. જેને લઈને તેમણે વાન્ધો ઉઠાવ્યો હતો અને આ માટે તેમણે ભૂતકાળમાં કોર્પોરેશન તેમજ અન્ય બીજા જવાબદાર પર્શનને લીગલ નોટિસ પણ મોકલી હતી.

હવે આ કેસની વધુ સુનાવણી ૨૮મી જાન્યુઆરીએ હાથ ધરાશે અને તે દિવસે કોર્પોરેશન તેમજ અન્ય બીજા બે પક્ષકારોને પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે.

શું હતો મામલો:

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામ ઉપયોગ કરવા મામલે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરાઈ.

અરજદારે વર્ષ 2015માં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામનું ટ્રેડ માર્ક અને વર્ડ માર્ક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાથી આવા નામનું કોઈ ઉપયોગ ન કરી શકે તેવું અરજદારનું કહેવું છે.

અરજદારનો આક્ષેપ વર્ષ 2014માં શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ અંગે બ્યુરોકરેસ્ટ અને અધિકારી સાથે ચર્ચા કરી હોવાનો પિટિશનમાં ઉલ્લેખ.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના જાહેરાતના બોર્ડ લાગતા અરજદારે ગત 9મી જાન્યુઆરીના રોજ પ્રતિવાદીને લીગલ નોટિસ ફટકારી હતી.

લીગલ નોટિસમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામના હોર્ડિંગ્સ 7 દિવસમાં હટાવી લેવાનો ઉલ્લેખ કરાયો હતો.

પ્રતિવાદી તરફથી આજ દિવસ સુધી નોટીસનો જવાબ ન આપવામાં આવ્યો હોવાનો અરજીમાં આક્ષેપ.

પ્રતિવાદી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામનો ઉપયોગ કરી વેપાર કરતા હોવાથી અરજદારના ધંધાને નુકસાનનો આક્ષેપ.

અરજદારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયેલા નફાનો ભાગ માંગ્યો.

વિશાલ જનક દેસાઈ નામના વ્યક્તિ દ્વારા કમર્શિયલ કોર્ટમાં અરજી કરવામાં આવી.