Not Set/ વડોદરામાં બે જ અઠવાડિયામાં 6.6 કરોડનું પકડાયું ડ્રગ્સ

વડોદરા, ગોવા એક્સપ્રેસ ટ્રેનમાંથી વધુ એક નાઇઝીરિયનની ધરપકડ કરવામા આવી. એક મહીલાની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી. નારકોટીક્સ વિભાગને મળેલી બાતમીના આધારે રેલવે પોલીસને સાથે રાખીને ગોવા સંપર્ક ક્રાંતિના S9 કોચમાં તપાસ હાથ ધરતા મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી.યુવતીની વધુ તપાસ હાથ ધરતા યુવતી પાસેથી બિસ્કીટ મળી આવ્યા હતા. બિસ્કીટમાંથી ડ્રગ્સ ઝડપાયુ હત. જેની બજાર […]

Top Stories
aa1 વડોદરામાં બે જ અઠવાડિયામાં 6.6 કરોડનું પકડાયું ડ્રગ્સ

વડોદરા,

ગોવા એક્સપ્રેસ ટ્રેનમાંથી વધુ એક નાઇઝીરિયનની ધરપકડ કરવામા આવી. એક મહીલાની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી. નારકોટીક્સ વિભાગને મળેલી બાતમીના આધારે રેલવે પોલીસને સાથે રાખીને ગોવા સંપર્ક ક્રાંતિના S9 કોચમાં તપાસ હાથ ધરતા મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી.યુવતીની વધુ તપાસ હાથ ધરતા યુવતી પાસેથી બિસ્કીટ મળી આવ્યા હતા.

બિસ્કીટમાંથી ડ્રગ્સ ઝડપાયુ હત. જેની બજાર કિમત 60 લાખથી પણ વધુ આંકવામાં આવી. ડ્રગ્સ હોવાની ખાતરી થતા નારકોટીક્સ વિભાગે બિસ્કીટના બોક્સને સીલ કરી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા મહિલા મૂળ નાઇજીરીયાની નાગરીક અને દિલ્હીનાં જનકપુરી વિસ્તારમાં રહેતી હોવાનુ સામે આવ્યુ. મહિલાનુ નામ એહીમેન રૂથ છે.

ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીના વેપાર સાથે સંકળાયેલી છે. મેડીકલ વિઝા મેળવી ભારતમાં આવી હતી અને દિલ્હીથી મુંબઇ ડ્રગ્સનો વેપલો કરતી હતી. તેની સાથે અન્ય મહિલાઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. તેની ટીમ દિલ્હીથી મુંબઇ પનવેલ ખાતે ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનુ જણાવ્યુ. ત્યારે ઉલ્લેખનિય છે કે મેડીકલ વિઝાના બહાને વિદેશી લોકો ભારત દેશને ખોખલો બનાવી યુવાધનને બરબાદ કરે છે ત્યારે વિદેશ મંત્રાલય આ પ્રવૃતીને અટકાવવા ચોક્કસ પગલા કયારે ભરશે તે જોવાનુ રહેશે.

વડોદરાની પોલીસે નાઇઝીરિયન મહિલા પાસેથી 404 ગ્રામનાં એમ્ફેટામાઇનના બે ડ્રગ્સના પેકેટ  જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન પર ડ્રગ્સ પકડાયાની બીજી ઘટના સામે આવી છે.  બે અઠવાડિયા પહેલા જ વડોદરા શહેરમાંથી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી, રાજધાની ટ્રેનમાં શંકા જણાતા નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન શખ્સની તલાશી લીધી અને તેની પાસેથી 6 કરોડની કિંમતનુ્ં 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું હતું.

ત્યારે આ નાઇઝીરિયન મહિલા રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સની હેરાફેરી કરતી હતી. આ મામલે સ્થાનિક પોલીસ દ્રારા આ નાઇઝીરીયન મહિલા વિરુદ્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.