જાહેરાત/ ભાજપનાં SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન?

ગુજરાત ભાજપ દ્વારા SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યનાં 5 આગેવાનોને કારોબારીમાં સ્થાન મળ્યું છે.

Top Stories Gujarat Others
cricket 30 ભાજપનાં SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન?
  • ભાજપના SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત
  • ગુજરાતના 5 આગેવાનોને કારોબારીમાં મળ્યું સ્થાન
  • દર્શનાબેન વાઘેલા,પુનમભાઈ મકવાણાને મળ્યું સ્થાન
  • આત્મારામ પરમાર અને ભાનુબેન બાબરીયાને સ્થાન
  • ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ

ભાજપ દ્વારા SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યનાં 5 આગેવાનોને કારોબારીમાં સ્થાન મળ્યું છે. જેમા દર્શનાબેન વાઘેલા, પુનમભાઈ મકવાણા, આત્મારામ પરમાર, ભાનુબેન બાબરીયા અને ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

World Water Day / પાણીનાં મહત્વને સમજાવવા દર વર્ષે 22 માર્ચે ઉજવાય છે આ ખાસ દિવસ

આપને જણાવી દઇએ કે, ભાજપનાં સંગઠનને મજબૂત બનાવવાનાં હેતુથી વિવિધ લોકોનો સમાવેશ કરવામા આવી રહ્યો છે. તે જ રીતે ભાજપનાં અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય મોરચાની સત્તાવાર રીતે જાહેરાત કરવામા આવી છે. જેમા ગુજરાતનાં 5 લોકોને સ્થાન મળ્યુ છે. જેમા બે મહિલા ભાજપનાં નેતાઓનો સમાવેશ થાય છે. દર્શનાબેન વાઘેલા કે જેઓ અમદાવાદનાં પૂર્વ મેયર રહી ચુક્યા છે, તેઓનો અહી સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાનુબેન બાબરીયા કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે, તેઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

હાય ગરમી / હવામાન વિભાગાની આગાહી, આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર

આ ઉપરાંત પુનમભાઈ મકવાણા અને આત્મારામ પરમાર તેમજ ઈશ્વર પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કહી શકાય કે, અનુસૂચિત જાતિનાં પ્રશ્નોને રજૂ કરવા માટે અને તેમની સમસ્યાઓને દૂર કરવા આ રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતનાં 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ