Not Set/ વેપારીઓના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિરસ, બજેટને વેપારીઓ ગણાવ્યું લોલીપોપ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે મંગળવારે ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ રજુ કર્યું છે.  નીતિન પટેલએ ૧.૮૩ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતમાં પાતળી બહુમતીથી જીતેલી ભાજપ સરકારનું જીએસટી બાદ આ પ્રથમ અંદાજ પત્ર છે. ત્યારે વેપારીઓએ બજેટને આવતા વર્ષે 2019માં યોજાનારી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મતદારોને ભાજપ તરફી મતદાન માટે લલચાવનારુ ગણાવ્યુ […]

Gujarat
Gujarat Budget 2017 વેપારીઓના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિરસ, બજેટને વેપારીઓ ગણાવ્યું લોલીપોપ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે મંગળવારે ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ રજુ કર્યું છે.  નીતિન પટેલએ ૧.૮૩ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતમાં પાતળી બહુમતીથી જીતેલી ભાજપ સરકારનું જીએસટી બાદ આ પ્રથમ અંદાજ પત્ર છે. ત્યારે વેપારીઓએ બજેટને આવતા વર્ષે 2019માં યોજાનારી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મતદારોને ભાજપ તરફી મતદાન માટે લલચાવનારુ ગણાવ્યુ છે.

શાકભાજીના સારા ભાવ મળી રહે તે માટે એક ફેડરેશન માટે ૩૦ કરોડની જોગવાઈ કરી છે. ખેડૂતોને યોગ્ય ખાતર મળી રહે તે માટે સાડા ૨૮ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. વેપારીઓના મતે બજેટમાં કેટલાક સ્વપ્નો પણ દેખાડવામાં આવ્યા છે. વેપારીઓએ આ બજેટને લોલીપોપ ગણાવ્યુ છે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે વેપારીઓના પ્રશ્નોના ઉકેલ લાવવામાં કેન્દ્ર કે રાજ્ય સરકારને કોઈ રસ નથી.