Not Set/ અમદાવાદની જાણીતી આર્ટ્સ કોલેજમાં છેડતી, કેમ્પસમાં સીસીટીવી કેમેરાની માંગ

અમદાવાદ, એક તરફ સ્ત્રીઓના માન સન્માનની વાતો થાય છે પરંતુ બીજી તરફ આ જ મહિલાઓ અને બાળકી પર અત્યાચાર, છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. આવીજ એક છેડતીની ચોંકાવનારી ઘટના અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ કોલેજમાં બનવા પામી છે. અહી સર્ટીફીકેટ કોર્સ માટે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં પેઈન્ટર તરીકે ફરજ બજાવતા […]

Top Stories
IMG 20180426 WA0003 5 અમદાવાદની જાણીતી આર્ટ્સ કોલેજમાં છેડતી, કેમ્પસમાં સીસીટીવી કેમેરાની માંગ

અમદાવાદ,

એક તરફ સ્ત્રીઓના માન સન્માનની વાતો થાય છે પરંતુ બીજી તરફ આ જ મહિલાઓ અને બાળકી પર અત્યાચાર, છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. આવીજ એક છેડતીની ચોંકાવનારી ઘટના અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ કોલેજમાં બનવા પામી છે. અહી સર્ટીફીકેટ કોર્સ માટે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

જેમાં પેઈન્ટર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર આશિષ સરકારે એક વિધાર્થિની સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે આ છેડતી બાદ જયારે વિદ્યાર્થીની ચેરપર્સન પાસે પહોચી તો વિદ્યાર્થીની સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી.  જેથી આ વિદ્યાર્થીની મીડિયા સામે આવી પરંતુ ચોકાવનારી વાત તો એ છે કે  કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ની અંદર કોઈપણ જગ્યાએ સીસીટીવી કેમેરા જોવા મળ્યા નથી.

વિદ્યાર્થિનીઓએ કનોરીયાની બંધ ઓફિસ બહાર વિવિધ સ્લોગનવાળા પોસ્ટર લગાવ્યા અને કેમ્પસ સુરક્ષિત બનાવવા માટે સીસીટીવી કેમેરાની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે ચેરપર્સન ઉર્મિલા કનોરીયાની ઓફીસની બાબત એ હતી કે આ ઘટના બાદ આ કનોરીયા સેન્ટર ખાતેના તમામે તમામ ઓથોરાઇઝ પર્સતો  ચેરપર્સન ઉર્મિલા કનોરિયા પણ ગાયબ છે સંસ્થાની અંદર કોઈપણ વ્યક્તિ જવાબ આપવા તૈયાર નથી જેથી રોષે ભરાઇને વિદ્યાર્થિનીઓએ ચેર પર્સન ઉર્મિલા કનોરીયાની બંધ ઓફિસ બહાર વિવિધ સ્લોગનવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા કે વિદ્યાર્થીઓ માટે કેમ્પસ સુરક્ષિત બનાવો કેમ્પસમાં સીસીટીવી કેમેરાની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.