Not Set/ રૂપિયાની સ્થિતિ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કર્યા પ્રહાર

વિશ્વમાં રૂપિયો નબળો પડી રહ્યો છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના, રૂપિયાને મજબૂત કરવા માટેના યોગ્ય પગલા ન લેવાતા હોય તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું અને વધુમાં જણાવ્યું હતું કે રૂપિયો નબળો પડતા મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. કરોડો રૂપિયાના નુકસાન શેરબજારમાં થઈ રહ્યું છે. દેશનું અર્થતંત્ર નબળું […]

Ahmedabad Top Stories Gujarat
dollar રૂપિયાની સ્થિતિ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કર્યા પ્રહાર

વિશ્વમાં રૂપિયો નબળો પડી રહ્યો છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના, રૂપિયાને મજબૂત કરવા માટેના યોગ્ય પગલા ન લેવાતા હોય તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું અને વધુમાં જણાવ્યું હતું કે રૂપિયો નબળો પડતા મોંઘવારી વધી રહી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. કરોડો રૂપિયાના નુકસાન શેરબજારમાં થઈ રહ્યું છે. દેશનું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે. ત્યારે ભાજપસરકાર રૂપિયો મજબૂત કરવા માટે કોઈ યોગ્ય અને નક્કર પગલા ભરી જ નથી રહી.

Maneesh Doshi e1539178698719 રૂપિયાની સ્થિતિ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કર્યા પ્રહાર

જ્યારે મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે ડોલર 60થી 65 જતો ત્યારે ભાજપ દ્વારા અનેકો અનેક વિરોધ કરવામાં આવ્યા હતા. અને ભાજપ દ્વારા કહેવાતું કે અમારી સરકાર હોત તો ડોલર આટલો ઊંચો ન ગયો હોત પરંતુ અત્યારે હાલ ભાજપ સરકાર હોવા છતાં ડોલર દિવસેને દિવસે ઉપર જઇ રહ્યો છે પીએમ મોદી ની જેટલા વરસ થયા છે. ત્યાં સુધી પહોંચી ગયા છે તેમ છતાં પણ ભાજપ સરકાર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે એવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહેવું હતું.