Not Set/ કોરોના વાયરસ/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

ચીનમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને પગલે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે.ગુજરાત સરકારે સતર્ક થઈને વાયરસની સામે લડવા માટે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જારી કરી હોવાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડના કહેવા પ્રમાણે કોરોના […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 કોરોના વાયરસ/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

ચીનમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને પગલે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે.ગુજરાત સરકારે સતર્ક થઈને વાયરસની સામે લડવા માટે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જારી કરી હોવાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડના કહેવા પ્રમાણે કોરોના વાયરસના દર્દીઓને વહેલી તકે સારવાર મળી રહે તે માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ વોર્ડમાં મેડિસીન વિભાગના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર સહિત પેરા મેડિકલ સ્ટાફને જવાબદારી સોંપાઈ છે. તબીબોને ચોવીસ કલાક માટે વોર્ડની જવાબદારી રાખવા જણાવાયું છે.

બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય વિભાગે કોરોના વાયરસનો ભોગ બનેલા દર્દીઓને દેશમાં હોસ્પિટલમાં કેવી રીતે સારવાર આપવી તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

એ સિવાય કોરોના વાઇરસને રોકવા વિદેશી મુસાફરોને એરપોર્ટ પર કડક ચેકિંગમાંથી પસાર થવું પડશે. એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવાયું છે અને વિદેશથી આવતી તમામ ફ્લાઈટનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.