Not Set/ માતા પિતાનું ભરણ પોષણ ન કરી ત્રાસ આપતા બે પુત્રોને કોર્ટે ફટકારી ૧૩૪૫ દિવસની સજા

અમદાવાદ, ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે પુત્રોએ વૃદ્ધ માતા-પિતાની મદદ કરવાને બદલે જેલ જવાનું પસંદ કર્યું છે. કોર્ટમાં ન્યાયાધીશે પુત્રને માતા પિતાનું ભરણ પોષણ કરવાનું કહ્યુ જો કે બંને આરોપી પુત્રએ સંમતિ ન દર્શાવતા કોર્ટે બંને આરોપી પુત્રને ૧૩૪૫ દિવસની જેલની સજા ફટકારી છે. શહેરના જમાલપુર પાસે આવેલી પોળમાં રહેતા […]

Ahmedabad Gujarat Trending
metro court માતા પિતાનું ભરણ પોષણ ન કરી ત્રાસ આપતા બે પુત્રોને કોર્ટે ફટકારી ૧૩૪૫ દિવસની સજા
અમદાવાદ,
ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે પુત્રોએ વૃદ્ધ માતા-પિતાની મદદ કરવાને બદલે જેલ જવાનું પસંદ કર્યું છે. કોર્ટમાં ન્યાયાધીશે પુત્રને માતા પિતાનું ભરણ પોષણ કરવાનું કહ્યુ જો કે બંને આરોપી પુત્રએ સંમતિ ન દર્શાવતા કોર્ટે બંને આરોપી પુત્રને ૧૩૪૫ દિવસની જેલની સજા ફટકારી છે.
શહેરના જમાલપુર પાસે આવેલી પોળમાં રહેતા જાસુમતી બેન સોલંકીએ બંને પુત્રો ત્રાસ આપી ભરણ પોષણ કરતા નથી એવી ફરિયાદ ફેમિલી કોર્ટમાં કરી હતી, ત્યારબાદ કોર્ટ દ્વારા બંને આરોપી પુત્રને ૧૩૪૫ દિવસની સજા ફટકારી છે.
ahmedabad માતા પિતાનું ભરણ પોષણ ન કરી ત્રાસ આપતા બે પુત્રોને કોર્ટે ફટકારી ૧૩૪૫ દિવસની સજા
     gujarat-court-sentenced-two-sons-filling-nutrition-mother-father-1345-days-jail
ફરિયાદી જસુમતી બેન સોલંકીએ વર્ષ ૨૦૧૩માં ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, તેમના બંને પુત્ર ડાહ્યાભાઈ સોલંકી અને કાંતિ સોલંકી માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવા માંગે છે. વર્ષ ૨૦૧૩માં ફેમિલી કોર્ટે બંને પુત્રોને મહિને ૧૮૦૦ રૂપિયાનું ભરણ પોષણ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ બે પૈકી એક પુત્ર કાંતિ સોલંકી માતા પિતા સાથે રહેતો હોવાથી ભરણ પોષણનો અસ્વીકાર કરતો હતો.
ahmedabad 2 માતા પિતાનું ભરણ પોષણ ન કરી ત્રાસ આપતા બે પુત્રોને કોર્ટે ફટકારી ૧૩૪૫ દિવસની સજા
gujarat-court-sentenced-two-sons-filling-nutrition-mother-father-1345-days-jail
આ અંગે ફેમિલી કોર્ટમાં વધુ રજુઆત કરતા કોર્ટે બંને આરોપી પુત્ર વિરુદ્ધ સમન જારી કર્યો હતો. સમન્સ બજવણી કરાઇ હોવા છતાં આરોપી હાજર ન થતા કોર્ટે વોરંટ જારી કર્યો હતો અને ગત ૨૪મી એપ્રિલના રોજ બંને પુત્રને ભરણ પોષણ પેટે ૪૯ હજાર ભરવાનો આદેશ આપ્યો હતો.
જો કે બંને પુત્રએ આદેશનું પાલન ન કરતા ફેમિલી કોર્ટના જસ્ટિસ એમ.જે. પરીખે બંને આરોપી પુત્રને ૧૩૪૫ દિવસની સજા ફટકારી દાખલો બેસાડ્યો હતો.