Not Set/ 1 કરોડ રૂપિયાના ચરસના જથ્થા સાથે બેની ધરપકડ કરાઇ

અમદાવાદ, ગુજરાતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રૂપિયા 10 કિલોના ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.આ જથ્થાની આતંરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયા જેવી થવા જાય છે.અમદાવાદના એરપોર્ટ પરથી  ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાંથી ફારૂક અહેમદ કુરેશી અને ચરસનો જથ્થો લેવા આવનાર શખ્સ શકીલ અહેમદ કુરેશીને નાર્કોટિક્સ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.જોવાની વાત એ છે કે શ્રીનગરથી […]

Gujarat
ahmedabad airport 660 081613093113 1 કરોડ રૂપિયાના ચરસના જથ્થા સાથે બેની ધરપકડ કરાઇ

અમદાવાદ,

ગુજરાતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રૂપિયા 10 કિલોના ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.આ જથ્થાની આતંરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયા જેવી થવા જાય છે.અમદાવાદના એરપોર્ટ પરથી  ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાંથી ફારૂક અહેમદ કુરેશી અને ચરસનો જથ્થો લેવા આવનાર શખ્સ શકીલ અહેમદ કુરેશીને નાર્કોટિક્સ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.જોવાની વાત એ છે કે શ્રીનગરથી સફરજનના બોક્સમાં આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો લાવવામાં આવ્યો હતો.

એનસીબીના સુત્રોના કહેવા પ્રમાણે  ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 639માં 10 કિલો ચરસનો જથ્થો લઈને ફારૂક અહેમદ કુરેશી અમદાવાદ આવ્યો હતો. આ જથ્થાને શકીલ અહેમદ કુરેશી રસીવ કરવાનો હતો.જો કે નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ બંનેને પકડ લીધા હતા.

મુળ મુંબઇનો શકીલ અહેમદ અમદાવાદમાં રહે છે અને તે ચરસના આ જથ્થાને રાજ્યમાં સપ્લાય કરવાનો હતો.

ફારૂક છેલ્લા ઘણા સમયથી ચરસના વેપાર સાથે સંકળાયેલો છે અને શકીલ અહેમદ કુરેશી જે રીસીવર છે તે પણ ઘણા વર્ષોથી ચરસ અને એમ.ડી ડ્રગ્ઝના વેચાણ અને ખરીદી સાથે જોડાયેલો છે.ત્યારે ફારૂક આ અગાઉ પણ મુંબઈમાં ત્રણ થી ચાર વખત ફ્લાઇટ મારફતે શ્રીનગર થઈને મુંબઈમાં ચરસ અને એમ,ડી ડ્રગ્ઝ લાવી ચુક્યો છે..પરંતુ આ સૌ પહેલી વખત અમદાવાદમાં ફારૂક અહેમદ તેના લોકલ સપ્લાયર શકીલ અહેમદ કુરેશીને ચરસનો જથ્થો આપવા આવ્યો હોવાની તપાસમાં આરોપીએ જણાવ્યું હતું.