Not Set/ નિત્યાનંદ આશ્રમ શરૂ કરવા જરૂરી મંજુરી નથી લેવાઈ,થશે જપ્તીની કાર્યવાહી : કલેકટર

મહેમદાવાદ રોડ પરના નિત્યાનંદ આશ્રમ સંચાલિત યોગીની સર્વજ્ઞાાનમ પીઠમ આશ્રમ સાથેનો લીઝ એગ્રિમેન્ટ અંતે ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રદ કરી દેવાયા પછી હવે અમદાવાદ  કલેકટરે પણ આશ્રમ માટે આકરા પગલાં લેવાના શરૂ કરાયા છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે આશ્રમ શરૂ કરવા માટે જરૂરી મંજુરી લેવાઈ નથી એટલે નિયમ મુજબ જપ્તીની કાર્યવાહી કરાશે. […]

Top Stories
Untitled 74 નિત્યાનંદ આશ્રમ શરૂ કરવા જરૂરી મંજુરી નથી લેવાઈ,થશે જપ્તીની કાર્યવાહી : કલેકટર

મહેમદાવાદ રોડ પરના નિત્યાનંદ આશ્રમ સંચાલિત યોગીની સર્વજ્ઞાાનમ પીઠમ આશ્રમ સાથેનો લીઝ એગ્રિમેન્ટ અંતે ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રદ કરી દેવાયા પછી હવે અમદાવાદ  કલેકટરે પણ આશ્રમ માટે આકરા પગલાં લેવાના શરૂ કરાયા છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે આશ્રમ શરૂ કરવા માટે જરૂરી મંજુરી લેવાઈ નથી એટલે નિયમ મુજબ જપ્તીની કાર્યવાહી કરાશે.

કલેક્ટર ઑફિસે આ અંગે ડીપીએસ સ્કૂલના મેનેજમેન્ટ કરતા કેલોરેકસ ફાઉન્ડેશનને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી છે. કલેકટર વિક્રાંત પાંડેના કહેવા પ્રમાણે જે તે વખતે વર્ષ 2010 માં એન ઓ સી સ્કૂલ દ્વારા લેવા માં આવી હતી પરંતુ કેટલાક સર્વે નમ્બર ની એન એ થયેલ નથી એટલે હવે 63 એ મુજબ તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.

ડીપીએસ(દિલ્હી પબ્લિક સ્કૂલ) મેનેજમેન્ટ દ્વારા અમદાવાદના પૂર્વમાં મહેમદાવાદ રોડ પર હિરાપુર ગામ નજીક ડીપીએસના નામના બીજી સ્કૂલ ચલાવવામા આવે છે.આ સ્કૂલ કેમ્પસમાં જ ગત જુનમાં મેનેજમેન્ટ દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન આશ્રમ સંસ્થા માટે આપવામા આવી હતી.સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલની જમીન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આશ્રમને લીઝ એગ્રિમેન્ટથી એટલે કે  ભાડા કરારથી આપવામા આવી હતી.આ જગ્યા પર નિત્યાનંદ દ્વારા યોગીની સર્વજ્ઞાાનમ પીઠમ નામથી આશ્રમ શરૂ કરાયો છે.

આ આશ્રમમાંથી યુવતી ગુમ થયાની ફરિયાદ બાદ અને બાળકોને ગોંધી રાખવામા આવતા હોવાની ફરિયાદ પોલીસે નિત્યાનંદ સહિતના લોકો સામે એફઆઈઆર કરી છે.ઉપરાંત સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે.આશ્રમમાં ગેરરીતિ ચલાવાતી હોવાની પણ ફરિયાદો સામે આવી છે ત્યારે ભારે વિવાદ અને હોબાળાને પગલે અંતે ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટને આશ્રમ સાથેનો જમીનનો કરાર રદ કરવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.