સફળતાના બે વર્ષ/ બિપરજોય સામે ગુજરાત સરકારનો ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સફળ

ભુપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂરા થયા છે ત્યારે તેમની કામગીરીની સમીક્ષામાં જોઈએ તો ગુજરાતમાં જ્યારે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું ત્યારે વાવાઝોડાની સ્પીડના કારણે મોટાપાયા પર જાનહાનિ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ સરકારની તકેદારીના લીધે પ્રતિ કિ.મી. 193 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હોવા છતાં પણ ગુજરાતમાંથી એકપણ નાગરિકે જીવ ગુમાવ્યો ન હતો.

Gujarat
For Vishal Jani 26 બિપરજોય સામે ગુજરાત સરકારનો ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સફળ

ગાંધીનગરઃ ભુપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂરા થયા છે ત્યારે તેમની કામગીરીની સમીક્ષામાં જોઈએ તો ગુજરાતમાં જ્યારે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું ત્યારે વાવાઝોડાની સ્પીડના કારણે મોટાપાયા પર Bhupendra patel government જાનહાનિ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ સરકારની તકેદારીના લીધે પ્રતિ કિ.મી. 193 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હોવા છતાં પણ ગુજરાતમાંથી એકપણ નાગરિકે જીવ ગુમાવ્યો ન હતો. આ ભૂપેન્દ્ર પટેલ સરકારની જબરજસ્ત સફળતા હતી.

બિપરજોય વાવાઝોડા સામે સરકારના વહીવટીતંત્રએ કેન્દ્ર સાથે તાલમેળમાં અદભુત કામ કરીને કોઈનો પણ જીવ ન જાય તેની તકેદારી લીધી હતી. સ્ટેટ ડિઝાસ્ટર અને નેશનલ ડિઝાસ્ટર ટીમોએ અદભુત સંકલન સાધીને જબરજસ્ત કામગીરી બજાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી લીધા હતા. તેની સાથે હવામાન વિભાગે પણ વાવાઝોડાના સતત અપડેટ પાઠવ્યા હતા.

ફક્ત જાનમાલનું નુકસાન જ નહીં, બિપરજોયથી પ્રભાવિત થયેલા રાજ્યના દસ જિલ્લામાં રાજ્ય સરકારે 11.60 કરોડની ત્વરિત સહાય પણ ચૂકવી તથા તાત્કાલિક અમલમાં મૂકી શકાય તેવું 240 કરોડનું Bhupendra patel government  પેકેજ પણ જાહેર કર્યુ. આના લીધે વાવાઝોડાના લીધે પાક ગુમાવનારા ખેડૂતોને તાત્કાલિક સહાય મળી. આના લીધે જગતના તાતે જગત સામે હાથ ફેલાવવો ન પડ્યો.

વીસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા વીસ લાખથી વધુ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. તેમા પણ સાત લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે હું આ હોદ્દો છોડું તે પહેલા કે બીજે ટ્રાન્સફર થઉં તે પહેલા ગુજરાત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયેલા રાજ્ય તરીકે જોવા માંગું છું. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય પેટે 203 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 2.27 મિલિયન એકર ફૂટ વધારાનું પાણી મળ્યું છે. આ ઉપરાંત ખરીફ પાકના વાવેતરમાં ગયા વર્ષની તુલનાએ દસ લાખ હેક્ટરનો વધારો થયો છે.

રાજ્યમા લાલ ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતો માટે 330 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ કરી શકે તે માટે વાહતુક નિકાસ સહાય માટે 40 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. લાલ ડુંગળી અને બટાટાનું એપીએમસીમાં વેચાણ કરવા 90 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં ફક્ત ખાવા માટેના બટાટાનું સંગ્રહ કરવા માટે 200 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત બાગાયતી પાકનો વિસ્તાર પણ 19,500 હેક્ટર વધારવા આયોજન છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન અને કૃષિને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર કરાવવા ઇન્ડેક્સ-એની સ્થાપના કરવામાં આવશે. એગ્રિકલ્ચરલ એન્ડ ઇન્ટિગ્રેશન ટ્રેનિંગ માટે બે કરોડની જોગવાઈ છે. શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સીલન્સ ઊભું કરવા બે કરોડની જોગવાઈ કરાઈ છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જળાશયો ભરાતા ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળવા માંડ્યુ છે. આ ઉપરાંત 96 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચોઃ Surat-IT raid/સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા

આ પણ વાંચોઃ DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

આ પણ વાંચોઃ ધાર્મિક વિવાદ/ન્હાવા ગયે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નિચોવ્યા, બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ

આ પણ વાંચોઃ અમદાવાદ/ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!