Not Set/ ગ્રાન્ટ ગઈ પાણીમાં, સરકારી શાળાનો સ્લેબ પડતા 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

ભાજપની વિજય રૂપાણી સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ છંતા રાજ્યમાં હજુ જર્જરિત શાળાઓ તેમની તેમ છે, જેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે, ઝાલોદ પાસેના લીલવાદેવા ગામમાં 1953માં બનેલી પ્રાથમિક શાળામાં રિપેરીંગ કરેલા સ્લેબમાંથી પોપડા પડતા 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે, વિદ્યાર્થીઓ ક્લાસ […]

Top Stories Gujarat Others
pjimage 4 1 ગ્રાન્ટ ગઈ પાણીમાં, સરકારી શાળાનો સ્લેબ પડતા 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

ભાજપની વિજય રૂપાણી સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ છંતા રાજ્યમાં હજુ જર્જરિત શાળાઓ તેમની તેમ છે, જેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે, ઝાલોદ પાસેના લીલવાદેવા ગામમાં 1953માં બનેલી પ્રાથમિક શાળામાં રિપેરીંગ કરેલા સ્લેબમાંથી પોપડા પડતા 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે, વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, ધોરણ-4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોહન, જયેશ, મયૂર અને વિપુલ બારિયાને માથાના ભાગે ઇજાઓ થઇ છે, જેનાથી રોષે ભરાયેલા લોકોએ શાળાને તાળાબંધી કરી હતી. આ શાળામાં 250 બાળકો અભ્યાસ કરે છે, શાળાના તમામ 10 ઓરડા જર્જરિત હાલતમાં છે.

વર્ષે રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, તેમ છંતા સ્થિતિ ત્યાંની ત્યાં જ છે, શિક્ષણ વિભાગમાં વધી ગયેલો ભ્રષ્ટાચાર આવી ઘટનાઓ માટે જવાબદાર છે, અહી સવાલ એ પણ છે કે શાળાના રૂમ જર્જરિત હાલતમાં હતા તો કેમ વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં આવ્યાં હતા ? નવા ઓરડા માટે શાળાના આચાર્યએ રજૂઆત કરી હતી કે કેમ ? આખરે રજૂઆત કરી હતી તો કેમ તાત્કાલિક રિપેરિંગ ન કરાયું ? આવા તો અનેક સવાલ આ ઘટના બાદ ઉભા થઇ રહ્યાં છે, પરંતુ આ દુર્ઘટના પછી જો જવાબદારો સામે કાર્યવાહી ન કરાય તો તે શરમજનક વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.