અમરેલી/ 5 વર્ષના બાળકીને ફાડી ખાનાર સિંહણ પુરાઈ પાંજરે

અમરેલીના બગસરાના હાલરીયા સીમ વિસ્તારમાંથી આ સિંહણ પાંજરે પુરાઈ છે.વનવિભાગ દ્વારા સિંહણને એનિમલ કેર સેન્ટર ખસેડાઇ છે.

Gujarat Others Trending
સિંહણ પુરાઈ પાંજરે
  • અમરેલી: અંતે માનવભક્ષી સિંહણ પાંજરે પુરાઈ
  • બગસરાના હાલરિયાની બાળકી ઉપર કર્યો હતો હુમલો
  • 5 વર્ષીય બાળકીને સિંહને ફાડી ખાધી હતી
  • શોધખોળ બાદ બાળકીના માત્ર પગના અવશેષો મળ્યા

Amreli: અમરેલીમાં ગઈ કાલે 5 વર્ષના બાળકીને ફાડી ખાનારી સિંહણ પાંજરે પુરાઈ છે. અમરેલીના બગસરાના હાલરીયા સીમમાં લોકોએ રાહત શ્વાસ લીધો મળી છે.જણાવીએ કે વન વિભાગ દ્વારા અમરેલીના બગસરાના હાલરીયા સીમ વિસ્તારમાંથી આ સિંહણ પાંજરે પુરાઈ છે.વનવિભાગ દ્વારા સિંહણને એનિમલ કેર સેન્ટર ખસેડાઇ છે.

અમરેલીના બગસરાના હાલરીયાની સીમ વિસ્તારની મોડી રાતની આ ઘટના છે. એક ખેત મજૂર પરિવારના 5 વર્ષની બાળકી મોડી રાતે પરિવાર સાથે સૂતી હતી. ત્યારે વાડીએ સિંહણ આવી ચઢી હતી. સિંહણ પરિવાર સાથે સૂઈ રહેલી 5 વર્ષીય સોનુ ડામોર નામની બાળકી ઉઠાવી ગઈ હતી. બાળકીને સિંહણે ફાડી ખાધી.  જો કે એક બાળકી પર સિંહણના હુમલાની ઘટનાએ સ્થાનિકોમે હચમચાવી દીધા છે.સ્થાનિકો દ્વારા જલ્દીમાં જલ્દી આ સિંહણને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખી રાત સુધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સવારે વન વિભાગની ટીમને બાળકીના કેટલાક અવશેષો મળી આવ્યાં હતા.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી