Not Set/ માતૃત્વથી વંચિત રહેલા અમેરિકન દંપતીએ નવસારીના બે અનાથ બાળકોને લીધા દત્તક, સંપૂર્ણ પરિવારનો થયો શુભ મેળાપ

બાળપણમાં માતા-પિતાની હુંફને કારણે બાળક જીવનની દરેક મુશ્કેલીઓને સહેલાઈથી પાછળ ઠેલી શકે છે. પરંતુ જેમને માતા-પિતાનો પ્રેમ નથી મળતો એ બાળકો મુશ્કેલીઓમાંથી પસાર થતી વખતે ઘણીવાર અવળે રસ્તે ચઢી જતા હોય છે. જોકે આવા અનાથ બાળકોને પણ જો કોઈનો પ્રેમ અને હુંફ મળી જાય તો તેઓ પણ આકાશ આંબી શકે છે. આવું જ એક લાગણી […]

Gujarat
NV માતૃત્વથી વંચિત રહેલા અમેરિકન દંપતીએ નવસારીના બે અનાથ બાળકોને લીધા દત્તક, સંપૂર્ણ પરિવારનો થયો શુભ મેળાપ
બાળપણમાં માતા-પિતાની હુંફને કારણે બાળક જીવનની દરેક મુશ્કેલીઓને સહેલાઈથી પાછળ ઠેલી શકે છે. પરંતુ જેમને માતા-પિતાનો પ્રેમ નથી મળતો એ બાળકો મુશ્કેલીઓમાંથી પસાર થતી વખતે ઘણીવાર અવળે રસ્તે ચઢી જતા હોય છે. જોકે આવા અનાથ બાળકોને પણ જો કોઈનો પ્રેમ અને હુંફ મળી જાય તો તેઓ પણ આકાશ આંબી શકે છે. આવું જ એક લાગણી સભર દ્રશ્ય નવસારીના ખુંધ ગામે આવેલા ચિલ્ડ્રન હોમમાં જોવા મળ્યો હતો.
હકીકતમાં, અમેરિકાના કેલીફોર્નીયામાં સ્થાયી થયેલુ અને મૂળ દક્ષિણ ભારતનું વૈજ્ઞાનિક દંપતી અરવિંદ સોમાચી અને જ્યોતિ સોમાચી વર્ષોથી બાળક ઇચ્છતા હતા. જોકે માતૃત્વથી વંચિત રહેલા આ દંપતીએ ભારતમાંથી જ બે બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. આ વિચાર સાથે જ એમણે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટીની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી હતી. જે અરજી મંજુર થતા એમણે નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલા ચિલ્ડ્રન હોમમાં રહેતા સાડા ચાર વર્ષની કિંજલ અને અઢી વર્ષના સુનીલ ઉપર પસંદગી ઉતારી હતી.નિરાશ્રિત મળી આવેલા ભાઈ-બહેનને એનઆરઆઈ દંપતી માતા-પિતા તરીકે મળ્યા હતા. અહીં આવ્યા બાદ અરવિંદ અને જ્યોતિ જ્યારે કિંજલ અને સુનીલને મળ્યા તો એમની ખુશી બેવડી થઈ ગઈ હતી.
બીજી તરફ પોતાને માતા પિતા મળતા કિજલ અને સુનિલની ખુશીનો પણ પાર રહ્યો ન હતો અને આ બંને ભાઈ-બહેન તેમને મળેલા માતા-પિતાને એકલા મુકતા ન હતા સાથે જ સુનિલ તો અમેરિકા જતો હોવાનુ સહુને જણાવી રહ્યો હતો. ત્યારે બીજી તરફ છેલ્લા એક વર્ષથી પોતાની સાથે રહેતા મિત્રોને ગુમાવવાનો વસવસો પણ તેમના મોઢા ઉપર દેખાઈ રહ્યો હતો.
કિંજલ અને સુનીલ આ બંને માસુમ બાળકોની કરમ કહાણી એવી છે કે, દોઢ વર્ષ અગાઉ એમના માતા-પિતા વલસાડ જિલ્લાના એક ગામમાં તેમને તરછોડીને જતા રહ્યા હતા, ત્યાંથી બંને બાળકો ખુંધ ચિલ્ડ્રન હોમમાં લાવવામાં આવ્યા હતા. અહીં આવ્યા બાદ એમના માતા-પિતાને શોધવાના ઘણા પ્રયાસો થયા હતા. પરંતુ એમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને કિંજલ અને સુનીલ પણ પોતાના માતા-પિતા અને ઘર વિષે માહિતી આપી શક્યા ના હતા. જેથી એમને કાયદાકીય રીતે કોઈ દત્તક લઇ લે તે હેતુથી ફ્રી ફોર લીગલ એડોપ્શન હેઠળ બંને ભાઈ-બહેનની માહિતી કારાની વેબસાઈટ ઉપર મુકવામાં આવી હતી. જેને જોઇને અરવિંદ અને જ્યોતિએ આ ભાઈ-બહેનને પોતાના બાળક બનાવવાનો નિર્ણય લીધો હતો અને કારા દ્વારા એમની અરજી મંજુર કરી એનઓસી આપતા બંને બાળકોને સોમાચી દંપતીને સોંપવામાં આવ્યા હતા.
કહી શકાય કે, અહીં એક પરિવાર પૂરો થયો હતો. માતા-પિતાને જ્યાં બે બાળકો મળી ગયા તો બીજી બાજુ બે નિરાશ્રિત બાળકોને માતા-પિતાનો ખોળો મળી ગયો. પોતાને માતૃત્વ મળી જતા જ્યોતિ સોમાચીની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા, જયારે અરવિંદ પણ બે બાળકોના પિતા હોવાનો ગર્વ અનુભવી રહ્યા હતા.