મોટા સમાચાર/ ગુજરાત પોલીસનું ડ્રગ્સ મુદ્દે મોટુ ઓપરેશન, ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે.

Top Stories Gujarat Others
Mantavyanews 19 3 ગુજરાત પોલીસનું ડ્રગ્સ મુદ્દે મોટુ ઓપરેશન, ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું
  • ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું
  • ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું
  • 800 કરોડથી વધુ કિંમતનું ડ્ર્ગ્સ ઝડપાયું

Gandhidham News: ગુજરાતમાં સતત ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજની યુવા પેઢીને નશામાં ધકેલવામાં આવી રહી છે. જણાવીએ કે, ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે આસાન બનતો જાય છે. છેલ્લા ઘણા સમયથી મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે હવે ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સની કિંમત 800 કરોડ છે.આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્અલેખનીય છે કે, દાવાદમાં પણ દિવસે ને દિવસે નાના મોટા ડ્રગ્સ પેડલર પકડાવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ