Not Set/ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય તરીકેના શપથ લીધા પહેલા જ ફસાયા વિવાદમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ જીગ્નેશ મેવાણીએ પ્રથમ દિવસથી જ પોતાના કામની શરૂઆત કરીને જનત્તાનો વિશ્વાસ મજબૂત કર્યો હતો. જિગ્નેશે હજુ ધારાસભ્ય તરીકેના શપથ પણ લીધા નથી અને એક વિવાદીત નિવેદનમાં ફસાઈ ગયા છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિપિટ ભાષણો સાંભળી પ્રજા થાકી ગઇ છે. હવે તેઓ વૃદ્ધ થઇ […]

Gujarat
BL16 ndamj Meva GL 3210494f જિગ્નેશ મેવાણી ધારાસભ્ય તરીકેના શપથ લીધા પહેલા જ ફસાયા વિવાદમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ જીગ્નેશ મેવાણીએ પ્રથમ દિવસથી જ પોતાના કામની શરૂઆત કરીને જનત્તાનો વિશ્વાસ મજબૂત કર્યો હતો. જિગ્નેશે હજુ ધારાસભ્ય તરીકેના શપથ પણ લીધા નથી અને એક વિવાદીત નિવેદનમાં ફસાઈ ગયા છે.

તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિપિટ ભાષણો સાંભળી પ્રજા થાકી ગઇ છે. હવે તેઓ વૃદ્ધ થઇ ગયા છે, તેમણે હિમાલયમાં જઇ પોતાનું હાડ ગાળવું જોઇએ. મોદી રાજકારણમાંથી રાજીનામું આપે હવે અમે તૈયાર છીએ. તેઓએ શાંતિની જિંદગી જીવવી જોઇએ. આમતો જિજ્ઞેશ અપક્ષ ઉમેદવાર હતો પણ હવે કોંગ્રેસ સમર્થિત છે.

આ નિવેદન આપ્યા પછી વધુમાં તે કહે છે કે, જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહે તો પણ આ નિવેદનથી હટીશ નહી અને માફી માંગીશ નહીં.