Not Set/ વિધાનસભાની ચુંટણી બાદ રાહુલ ગાંધી શનિવારે આવશે ગુજરાતની મુલાકાતે

ગુજરાત ચુંટણીમાં કોંગ્રેસે ૮૦ સીટ મેળવી છે અને છેલ્લા ૨૨ વર્ષ બાદ વિધાનસભામાં એક સફળ વિપક્ષ તરીકે ઉભરી છે. ત્યારે ચુંટણી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી શનિવારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ પહેલા મહેસાણામાં પણ ચુંટણીના હારના કારણો અંગે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં […]

Gujarat
1513709754 1513600549 1513596018 1513595016 rahul gandhi mistakes વિધાનસભાની ચુંટણી બાદ રાહુલ ગાંધી શનિવારે આવશે ગુજરાતની મુલાકાતે

ગુજરાત ચુંટણીમાં કોંગ્રેસે ૮૦ સીટ મેળવી છે અને છેલ્લા ૨૨ વર્ષ બાદ વિધાનસભામાં એક સફળ વિપક્ષ તરીકે ઉભરી છે. ત્યારે ચુંટણી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી શનિવારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ પહેલા મહેસાણામાં પણ ચુંટણીના હારના કારણો અંગે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતનો કાર્યક્રમ:

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવિધ કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત.

11:30 AM ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત

12:30 AM મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત

2:00 PM કચ્છ અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત

3:00 PM દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત

4:00 PM પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી દિલ્હી પરત ફરશે