IPL 2024/ ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા.

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 20 ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર ટીમે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુજરાત તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

ગુજરાતની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 બોલમાં 24 અણનમ રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 72 રનની ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શને 35 રન બનાવ્યા હતા.

 આજની મેચમાં કુલદીપ સેનનો જાદુ ચાલ્યો હતો. કુલદીપ સેન અટકવાના કોઈ ચિહ્નો દેખાઈ રહ્યા નોતા. તેણે એક જ ઓવરમાં બે મોટા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પહેલા તેણે વેડને આઉટ કર્યો અને ત્યારબાદ કુલદીપે પણ અભિનવ મનોહરને આઉટ કર્યો. આ મેચમાં અભિનવે માત્ર એક રન બનાવ્યા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું