Not Set/ વડોદરા : એસ.ટી. ડેપોમાંથી ચરસના જથ્થા સાથે કાશ્મીરી યુવાનની ધરપકડ

વડોદરા પોલીસે સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી ચરસના જથ્થા સાથે એક કાશ્મીરી યુવાનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન નોકરીની શોધમાં વડોદરા આવ્યો હતો. અને સાથે ચરસનો જથ્થો લઇને આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ચરસનો જથ્થો લઇને શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા યુવાનને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત […]

Top Stories Gujarat Vadodara
3 1542196060 વડોદરા : એસ.ટી. ડેપોમાંથી ચરસના જથ્થા સાથે કાશ્મીરી યુવાનની ધરપકડ

વડોદરા પોલીસે સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી ચરસના જથ્થા સાથે એક કાશ્મીરી યુવાનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન નોકરીની શોધમાં વડોદરા આવ્યો હતો. અને સાથે ચરસનો જથ્થો લઇને આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ચરસનો જથ્થો લઇને શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા યુવાનને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

1 1542196056 e1542202494588 વડોદરા : એસ.ટી. ડેપોમાંથી ચરસના જથ્થા સાથે કાશ્મીરી યુવાનની ધરપકડ

આ ઉપરાંત આ કાશ્મીરી યુવાને વડોદરામાં સિક્યુરીટીની નોકરી માટે આવ્યો હોવાનું અને સાથે ખર્ચ કાઢવા માટે ચરસનો જથ્થો લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ કાશ્મીરી યુવાન પાસેથી પોલીસે ચરસનો મોટો જથ્થો કબજે કર્યો છે. આ ચરસના જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયાની આંકવામાં આવી રહી છે.

પોલીસે ચરસના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપાયેલ કાશ્મીરી યુવાન સામે પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.