Not Set/ મહિલા પીએસઆઇએ 35 ગુનાઓના ખુંખાર આરોપીને ઘૂંટણિયે પાડ્યો, તસ્વીરે મચાવી ધૂમ

ગુજરાત એટીએસની ચાર મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટરે 35 જેટલા ગુનાઓ આચરનાર ખુંખાર આરોપીને પકડી પાડ્યો છે.આ ચાર મહિલા પીએસઆઇએ આ રીઢા ગુનેગારને ઘૂંટણિયે પાડેલો ફોટો સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. એટીએસની મહિલા પીએસઆઇની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. અનેક ગુનાઓના આ કુખ્યાત આરોપીને મહિલા અધિકારીઓએ જાનની બાજી ખેલી ઘૂંટણિયે પાડી […]

Top Stories Gujarat Others Trending
WhatsApp Image 2019 05 05 at 15.58.45 મહિલા પીએસઆઇએ 35 ગુનાઓના ખુંખાર આરોપીને ઘૂંટણિયે પાડ્યો, તસ્વીરે મચાવી ધૂમ

ગુજરાત એટીએસની ચાર મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટરે 35 જેટલા ગુનાઓ આચરનાર ખુંખાર આરોપીને પકડી પાડ્યો છે.આ ચાર મહિલા પીએસઆઇએ આ રીઢા ગુનેગારને ઘૂંટણિયે પાડેલો ફોટો સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

એટીએસની મહિલા પીએસઆઇની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. અનેક ગુનાઓના આ કુખ્યાત આરોપીને મહિલા અધિકારીઓએ જાનની બાજી ખેલી ઘૂંટણિયે પાડી દીધો હતો.

ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં હત્યા સહિતના અનેક ગુનાઓમાં ફરાર એવો જુસાબ છુપાયો છે. જેને પગલે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે જુસાબને ઝડપી પાડવા બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું.

ભારે જહેમત બાદ આ ટીમને જુસાબ અલ્લારખા મળી આવ્યો હતો. જુસાબ અલ્લારખા પર જૂનાગઢમાં 15થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. તે જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુઃખાવો હતો.લોકોમાંથી જુસાબનો ભય દૂર કરવા તેને ઘૂંટણિયે પાડવામાં આવ્યો હતો.

મહિલા પીએસઆઇની ટીમનો જુસાબ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો