Not Set/ નવરાત્રી પર્વની રાત્રીઓમાં ગુનેગારો પણ સક્રિય, શું રાખશો સતર્કતા અને સાવધાની?

અમદાવાદ, વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ ગણવમાં આવે છે. નવરાત્રી પર્વની રીઢીયાળી રાતે ગરબે ઘુમવાનો આનંદ કઈંક ઔર હોય છે. પરંતુ નવરાત્રી પર્વની રાત્રીઓમાં ગુનેગારો પણ સક્રિય બનતા હોય છે. ઘરથી દુર દુરના અંતરે પાર્ટી પ્લોટ અને ફાર્મ પર યોજાતી ગરબા પાર્ટી ક્યારેક ભયાનક પણ સાબિત થતી હોય છે. નવરાત્રી પર્વ દરમિયાન સાવધાની અને સતર્કતા રાખવી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 211 નવરાત્રી પર્વની રાત્રીઓમાં ગુનેગારો પણ સક્રિય, શું રાખશો સતર્કતા અને સાવધાની?

અમદાવાદ,

વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ ગણવમાં આવે છે. નવરાત્રી પર્વની રીઢીયાળી રાતે ગરબે ઘુમવાનો આનંદ કઈંક ઔર હોય છે. પરંતુ નવરાત્રી પર્વની રાત્રીઓમાં ગુનેગારો પણ સક્રિય બનતા હોય છે. ઘરથી દુર દુરના અંતરે પાર્ટી પ્લોટ અને ફાર્મ પર યોજાતી ગરબા પાર્ટી ક્યારેક ભયાનક પણ સાબિત થતી હોય છે. નવરાત્રી પર્વ દરમિયાન સાવધાની અને સતર્કતા રાખવી હિતાવહ છે. આભલા જડેલા અને ભરતકામથી બનાવેલા કલાત્મક વસ્ત્રો અને મેકઅપથી સુંદરતાથી યૌવન ખીલી ઉઠે છે. નાના બાળકોથી લઈને વયોવ્રુધ્ધ લોકો નવરાત્રી પર્વમાં ગરબે ઘુમવાની તતક છોડતા નથી.નવરાત્રીપર્વ દરમીયાન હવસખોરો,બનાવટી પોલીસ અને ગુનેગારો સક્રિય બનતા હોય છે.

કેવી કેવી ઘઠનાઓ બને છે નવરાત્રીપર્વ દરમીયાન

રેપ પાર્ટી ડ્રગ્સ

નવરાત્રીપર્વ દરમીયાન કેટલાક હવસખોર તત્વો રેપ પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ કરે છે.ટાર્ગેટ બનાવેલી યુવતી કે મહિલાની નજર ચુકવી રેપ પાર્ટી ડ્રગ્સ ચાલાકીપુર્વક ઠંડા પીણાં ,નાસ્તો કે  પાણીમાં ભેળવી દે છે.જેના કારણે નશાયુક્ત પ્રવાહી પીનાર મહિલાને ચક્કર આવે છે,તેની સેક્સ ની ઈચ્છા કામુક બની જાય છે.

રેપ- ગેંગરેપ

નવરાત્રીપર્વ રાત્રે એકાંત અને સુમસામ સ્થળ પર મહિલાઓ પર રેપ કે ગેંંગરેપની ઘટનાઓ પણ બનતી હોય છે. ક્યારેક તો પ્રેમ સંબંધો કેળવીને મહિલાઓને ફસાવવામાં આવે છે. મહિલા સાથે પ્રેમ સંબંધોના નામે બળાત્કાર ગુજારવામાં આવતા હોય છે.

બ્લેક મેઈલીંગ

પ્રેમ સંબંધો કેળવી અથવાતો તક મળતાં જ મહિલા પર રેપ ગેંગરેપ કર્યા બાદ પણ મહિલાઓને સતત બ્લેકમેઈલીંગ કરીને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ બહાર આવે છે. ક્યારેક તો એક તરફી પ્રેમમાં પાગલ બનેલા હવસખોરો મહિલાને સોશીયલ મિડિયામાં બદનામ કરતી ફરિયાદો પણ નોંધાતી હોય છે.

ચોરી લૂંટ

નવરાત્રપર્વ દરમીયાન ગરબે ઘુમવામાાં મશગુલ લોકોના પર્સ,વોલેટ, મોબાઈલ, કિંમતી ઘરેણાં કે કિંમતી ચીજવસ્તુની ચોરી લૂંટની ઘટનાઓ બનતી હોય છે.

બનાવટી પોલીસ ચલાવે છે લૂંટ

અસલી પોલીસ લોકોની સલામતી માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે. જે સમયે લોકોની લૂંટ ચલાવતી નકલી પોલીસ સક્રિય બને છે. નવરાત્રીપર્વમાં શહેરથી દુરના સ્થળો પર ગરબે ઘુમવા જતા લોકોને બનાવટી પોલીસ ચેકીંગના બહાને લૂંટચલાવી ફરાર થઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ક્યારેક તો એકાંત સ્થળે બિભત્સ હાલતમાં મળી આવતા યુવક યુવતીઓ પાસેથી બનાવટી પોલીસ મોટી રકમના તોડ કરતી હોવાની ઘટનાઓ જાણવા મળે છે.

જીવલેણ અકસ્માત

નવરાત્રીપર્વ દરમીયાન લોકો શહેરથી દુરના સ્થળો પર ગરબા જોવા જાય છે. રાત્રી દરમીયાન બેફામ ઝડપે દોડતાં વાહનોને જીવલેણ અકસ્માતો નડે છેે. કેટલાક લોકોના મોત નીપજે છે તો કેટલાક લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થાય છેેે.

હત્યા – આત્મહત્યા

નવરાત્રીપર્વ દરમીયાન કે પર્વ બાદ હત્યાની ઘટનાઓ પણ બનતી હોય છે.એક તરફી પ્રેમ,પ્રેમ સંબંધોકે પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા કે પ્રિય પાત્રના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોના કારણે હત્યા કરવાની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક તો પ્રેમ સંબંધોના કારણે આત્મહત્યા કરવાની ઘટનાઓ પણ બને છે. નવરાત્રી પર્વ દરમીયાન બની શકે છે ભયાનક ઘટનાઓ. નાગરીકોને સતર્ક રહેવા અનુરોધ.