New Variants of Omicron/ આરોગ્ય નિષ્ણાતોનો દાવો, ‘કોરોનાના વધતા કેસ પાછળ નવો પ્રકાર હોઈ શકે છે’

દેશની રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે રાજધાની દિલ્હીમાં 1000 થી વધુ કોવિડ કેસ નોંધાયા છે.

Top Stories India
Omicron

દેશની રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે રાજધાની દિલ્હીમાં 1000 થી વધુ કોવિડ કેસ નોંધાયા છે. જે અંગે આરોગ્ય નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે આ કેસો પાછળ કોવિડનું નવું સ્વરૂપ હોઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે બુધવારે રાજધાની દિલ્હીમાં કુલ 1009 કેસ સામે આવ્યા છે. આ વર્ષે 10 ફેબ્રુઆરી પછી કેસમાં આ સૌથી વધુ વધારો છે. આ કેસોને કારણે કોવિડ પોઝિટીવીટી રેટ વધીને 5.70 ટકા થઈ ગયો છે.

ઓમિક્રોનના કેટલાક નવા વેરિયન્ટ મળવાની શક્યતાઓ

આ અંગે વધુ વિગતો આપતાં, ILBSના ડાયરેક્ટર ડૉ. એસ સરીને ઓમિક્રોનના કેટલાક વધુ નવા વેરિઅન્ટ્સ મળવાની શક્યતા વ્યક્ત કરી છે. ડૉ. સરીને જણાવ્યું હતું કે ILBS માં ઘણા નમૂનાઓ ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઓમિક્રોનના કુલ 8 પ્રકારો છે જેમાંથી એક પ્રાઇમ છે.

બાળકો વધુ જોખમમાં છે

ડો. એસ.કે. સરીને જણાવ્યું હતું કે બાળકો માટે જોખમ વધારે છે, કારણ કે તેમને સંપૂર્ણ રસી આપવામાં આવી નથી. આ સાથે લોકોએ માસ્ક પહેરવાનું રહેશે. બીજી તરફ, એલએનજેપી હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારે જણાવ્યું હતું કે બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી, તેથી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધુ જોખમમાં છે. લગભગ 2 વર્ષથી શાળાઓ બંધ છે, તેથી વધુ શાળાઓ બંધ કરવામાં આવશે નહીં. જેઓને રસી આપવામાં આવી છે તેમને જ શાળાઓમાં જવાની મંજૂરી છે.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 20ના મોત, 65 લોકો ઘાયલ