Heat Wave/ AC વગર ફ્લાઈટમાં મુસાફરોની હાલત બગડી, કેબિનમાં ગૂંગળામણ જેવી સ્થિતિઃ જુઓ VIDEO

ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે લગભગ એક કલાક સુધી AC બંધ રહ્યું હતું અને તે એક કલાક ફ્લાઈટમાં સવાર મુસાફરો માટે સજાથી ઓછો નહોતો.

Top Stories India Breaking News
YouTube Thumbnail 8 AC વગર ફ્લાઈટમાં મુસાફરોની હાલત બગડી, કેબિનમાં ગૂંગળામણ જેવી સ્થિતિઃ જુઓ VIDEO

ગરમીની પીડા એ લોકોને પૂછો કે જેઓ બુધવારના રોજ દિલ્હીથી દરભંગાની ફ્લાઈટ નંબર SG486માં સફર કરી રહ્યા હતા. આ ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે લગભગ એક કલાક સુધી AC બંધ રહ્યું હતું અને તે એક કલાક ફ્લાઈટમાં સવાર મુસાફરો માટે સજાથી ઓછો નહોતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ફ્લાઈટની અંદરનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે  ગરમીથી લોકો પરેશાન છે. લોકો પરસેવામાં રેબઝેબ છે, પરંતુ લાચારી એવી છે કે કોઈ કંઈ કરી શકતું નથી.

AC બંધ હોવાને કારણે ફ્લાઈટમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું

ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. એસી બંધ હોવાને કારણે ફ્લાઈટમાં ભેજના કારણે લોકોની તબિયત લથડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટિકિટ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓ હાથમાં લઈને હવા ખાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોને AC માટે લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન ફ્લાઈટની અંદરનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું કે તે આ ફ્લાઈટમાં દિલ્હીથી દરભંગા ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર ચેક-ઈન કર્યા બાદ ફ્લાઈટમાં એક કલાક સુધી એર કંડિશનિંગ (AC) ચાલુ કરવામાં આવ્યું ન હતું. ફ્લાઇટની અંદરનું તાપમાન 40 ડિગ્રી હતું. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરી ત્યારે એસી ચાલુ થઈ ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવધાન! શિમલા જાઓ છો તો પોતાનું પાણી સાથે લઈ જાઓ, જાણો શા માટે

આ પણ વાંચો:જીમ ટ્રેનરનાં પ્રેમમાં પડી પત્ની, પતિને મારવા બનાવ્યા 2 પ્લાન, શૂટરોના બાળકોની ફી પણ ભરી….

આ પણ વાંચો:કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ શકે છે, સમર્થકોને દિલ્હી પહોંચવા કહ્યું