Not Set/ આ તે “અમદાવાદ” કે “અગનગોળો”

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે. પાછલ 3 દિવસમાં રાજ્યભરમાં અનેક લોકોને લુ લાગી જવાનાં અને ઝાડા-ઉલ્ટીનાં કેસો નોંધાયા છે. એકલા અમદાવાદ શહેરમાં જ ગરમીથી 400થી 600 લોકોની ખરાબ થતા પ્રાથમીક સારવાર આપવી પડી હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. અને અસહ્ય ગરમી  […]

Top Stories Ahmedabad Gujarat Others
architecture and global warming આ તે "અમદાવાદ" કે "અગનગોળો"

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે. પાછલ 3 દિવસમાં રાજ્યભરમાં અનેક લોકોને લુ લાગી જવાનાં અને ઝાડા-ઉલ્ટીનાં કેસો નોંધાયા છે. એકલા અમદાવાદ શહેરમાં જ ગરમીથી 400થી 600 લોકોની ખરાબ થતા પ્રાથમીક સારવાર આપવી પડી હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. અને અસહ્ય ગરમી  અનેક લોકો બેભાન થયાનું સામે આવી રહ્યુ છે. ત્યારે આવનારા ત્રણ-ચાર દિવસો દરમિયાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીની પહોંચે તેવી ભીંતી જોવાઇ રહી છે.

285980522 H આ તે "અમદાવાદ" કે "અગનગોળો"

કેન્દ્ર સરકાર દ્રારા મહારાષ્ટ્રનાં વિદર્ભ અને તેના આસપાસનાં વિસ્તારોમાં અગ્ની પ્રકોપની આગાહી કરવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રનાં હિટવેવમાં ગુજરાત પણ ઝપટે આવે તેવી ભીંતી સેવાઇ રહી છે. હીટવેવથી રાજ્યભરમાં બપોરનાં સમયે  જાણે રીતસરનો કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો જોવામાં આવે છે. ભારે તાપનાં કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનાં ભારે દબાણનાં કારણે એકાએક ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં 10 મહાનગરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો છે. અને ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી ઉચું 44.3 ડિગ્રી તાપમાન નોંધાવામાં આવ્યું હતું તો 44.7 ડિગ્રી સાથે કંડલા સમગ્ર રાજ્યમાં સૌથી  ગરમ શહેર બન્યું હતું.