સ્માર્ટ સિટી કે બદસુરત સીટી?/ સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો

સ્માર્ટ સિટી સુરતને ક્યાંક ને ક્યાંક બદસુરત સીટી કરતું હોય તે પ્રકારની ઘટના સામે આવતી હોય છે.ત્યારે સુરત શહેરમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તાથી રચના સર્કલ જવાના બીઆરટીએસ રોડ પર મસ મોટો ભુવો પડ્યો હતો.

Gujarat Surat
Untitled 176 સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો

@દિવ્યેશ પરમાર 

સુરત શહેરમાં વરસાદ પડતા ની સાથે જ ફરી ભુવા પડવાની શરૂઆત થઈ છે.સુરતના કાપોદ્રા વિસ્તારમાં મસમોટો ભુવો પડ્યો હતો. ભુવો પડ્યો તે સમયે ત્યાંથી કોઈ બસ પસાર થતી ન હતી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Untitled 176 1 સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો

સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દિવસ રાત કામગીરી કરી રહી છે.પરંતુ અમુક કિસ્સાઓ એવા બની રહ્યા છે જે સ્માર્ટ સિટી સુરતને ક્યાંક ને ક્યાંક બદસુરત સીટી કરતું હોય તે પ્રકારની ઘટના સામે આવતી હોય છે.ત્યારે સુરત શહેરમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તાથી રચના સર્કલ જવાના બીઆરટીએસ રોડ પર મસ મોટો ભુવો પડ્યો હતો.આ ભુવો પડતાની સાથે સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે આ ભુવો બીઆરટીએસ બસના રૂટમાં પડ્યો હતો.જોકે જ્યારે ભુવો પડ્યો તે દરમિયાન આ વિસ્તારમાંથી બસ પસાર ન થતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

Untitled 176 2 સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો

ભુવો પડવાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ બેરીકેટિંગ કરી બીઆરટીએસને રોકી રુટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જે સમયે ભૂવો પડ્યો તે સમયે આ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક હતો.સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વખત તો વખત સુરત શહેરના રોડ પર ભૂવો પડતા સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા રોડ રસ્તા બનાવવામાં બેદરકારી દાખવતા હોવાનું ઉત્તમ નમૂનો પણ સામે આવ્યો હતો.

આ પણ વાંચો:રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ

આ પણ વાંચો:પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

આ પણ વાંચો:સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું