Rain/ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી

Top Stories Gujarat
2 23 અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી.અનેક સ્થળો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદમાં વરસાદની મહેર જોવા મળી હી,લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. શહેરમાં મૂશળધાર વરસાદી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

મેટ્રો સીટી અમદાવાદના પૂર્વ અને પશ્વિમઝોનમાં ભારે વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારમાં એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ઘાટલોડિયા, મકરબા, વાડજ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત પાલડી,ભઠ્ઠા સહતિ  અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.બીજી તરફ પૂર્વ અમદાવાદમાં ઓઢવ, રબારી કોલોની, બાપુનગર, વિરાટનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં બારે વરસાદ પડતા વાહનચાલકો અટવાયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ  વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.