રેસીપી/ ઘરે બનાવો કચ્છની પ્રખ્યાત દાબેલી,ખાવાની મજા પડી જશે

દાબેલીનો જો ખાસ સ્વાદ માણવો હોય તો તમારે કચ્છી દાબેલીનો ટેસ્ટ માણવો રહ્યો. જો તમે આ સ્વાદ ચાખવા ઇચ્છો છો તો તેને ઘરે પણ ટ્રાય કરી શકો છો

Food Lifestyle
Untitled 51 ઘરે બનાવો કચ્છની પ્રખ્યાત દાબેલી,ખાવાની મજા પડી જશે

દાબેલીનો જો ખાસ સ્વાદ માણવો હોય તો તમારે કચ્છી દાબેલીનો ટેસ્ટ માણવો રહ્યો. જો તમે આ સ્વાદ ચાખવા ઇચ્છો છો તો તેને ઘરે પણ ટ્રાય કરી શકો છો. અમદાવાદીઓ અને કચ્છીઓની ખાસ વાનગી એવી દાબેલીની  રેસિપિ  રસોડામાં ટ્રાય કરો.

  • સામગ્રી
    – આઠ નંગ પાવ
    – બે ટીસ્પૂન માખણ
    – અડધો કપ ગળી ચટણી
    – અડધો કપ લાલ કે લીલી ચટણી
    – બે ટીસ્પૂન મસાલા મગફળી
    – અડધો કપ પાતળી સેવ
    – અડધો કપ બારીક સુધારેલી કોથમીર
    – અડધો કપ દાડમના દાણા
  •   મસાલા સામગ્રી
  • -બે નાની ચમચી આખા ધાણા
    – એક નાની ચમચી જીરું
    – એક નંગ લાલ મરચું
    – એક નાનો ઇંચ તજ
    – બે નંગ લવિંગ
    – ચાર નંગ મરી
  • સ્ટફિંગની સામગ્રી
    – ચાર નંગ બટાકા
    – બે નંગ ટામેટા
    – એક મરચું
    – એક ઇંચ લાંબો ટુકડો આદુ
    – એક ટીસ્પૂન માખણ
    – એક ટીસ્પૂન તેલ
    – અડધી ચમચી જીરું
    – ચપટી હળદર
    – પા ચમચી હળદર પાવડર
    – પોણી ચમચી ખાંડ (ઇચ્છો તો)
    – એક ચમચી લીંબુનો રસ (ઇચ્છો તો)
    – મીઠું સ્વાદ અનુસારબટાકાને બાફીને છોલી લો. ટામેટાંને ધોઈ તેને નાના ટુકડામાં કાપી લો. આદુને પીસી તેની પેસ્ટ બનાવી લો, લીલા મરચાંને બારીક સુધારી લો. હવે સ્ટફિંગની સામગ્રી તૈયાર કરો.દાબેલીનો મસાલો બનાવવાને માટે 
    લાલ મરચાં સિવાયના દરેક મસાલાને ગરમ તવા પર નાંખો અને તે સોનેરી થાય ત્યાં સુધી તેને શેકો. શેકેલા મસાલાને ઠંડા કરો અને સાથે જ તેને બારીક પીસી લો,  આ મસાલાને દાબેલીના સ્ટફિંગને શેકતી સમયે મિક્સ કરી શકાય છે.

    Untitled 52 ઘરે બનાવો કચ્છની પ્રખ્યાત દાબેલી,ખાવાની મજા પડી જશે

    સ્ટફિંગ બનાવવાની રીત
    એક કડાઇમાં માખણ અને તેલ નાંખીને તેને ગરમ કરો, માખણમાં હિંગ અને જીરું ઉમેરો. જીરું બ્રાઉન થાય ત્યાં સુધી આદુ, લીલા મરચાં, હળદર પાવડર, ટામેટાને મિક્સ કરીને શેકો. તેમાં સાથે બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો પણ મિક્સ કરો, તેને ચાર મિનિટ સુધી હલાવતા રહો. તૈયાર છે દાબેલીનું સ્ટફિંગ. તેને એક વાટકામાં કાઢીને રાખી દો.

    Untitled 54 ઘરે બનાવો કચ્છની પ્રખ્યાત દાબેલી,ખાવાની મજા પડી જશે
    હવે  બનાવો દાબેલી
    પાવને બે સાઇડથી કાપી લો અને સાથે જ તે અન્ય સાઇડથી જોડાયેલો રહે તેનું ધ્યાન રાખો. હવે તવાને ગરમ કરો અને પાવને ઉપર અને નીચે થોડું માખણ લગાવીને શેકો. પાવને બે બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો. પાવના કાપેલા ભાગને ખોલો. તેની અંદર બંને તરફ ગળી, તીખી અને ઇચ્છો તો લસણની ચટણી લગાવો. તેની ઉપર એક ચમચી દાબેલીનું સ્ટફિંગ રાખો અને સાથે તેની ઉપર એક ચમચી શેકેલા શિંગદાણા, સેવ અને કોથમીર એડ કરો. સાથે તેમાં દાડમના દાણા પણ ઉમેરો, હવે હાથથી દાબેલીને બંધ કરી દો.તૈયાર છે સ્વાદિષ્ટ દાબેલી. ગરમાગરમ દાબેલીને તમે સોસની સાથે સર્વ કરી શકો છો.