Not Set/ ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

અત્યારે ઉનાળા ની ઋતુ ચાલી રહી છે, આજનાં અંકમાં ઉનાળાની ઋતુચર્યા અને ઉનાળાનાં આહાર વિહાર વિશે ચર્ચા કરીશું…

Health & Fitness Lifestyle
a 214 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

અત્યારે ઉનાળા ની ઋતુ ચાલી રહી છે, આજનાં અંકમાં ઉનાળાની ઋતુચર્યા અને ઉનાળાનાં આહાર વિહાર વિશે ચર્ચા કરીશું:-

a 224 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-પ્રકૃતિદત્ત સૌંદર્ય અનેક રૂપે વ્યક્ત થાય છે. ક્યારેક ફૂલગુલાબી ઠંડી, ક્યારેક ધોમધખતો તાપ ક્યારેક મુશળધાર વરસાદ. આમ કુદરતની લીલાં અપરંપાર છે. જેમાં શરીર સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે. દરેક ઋતુમાં આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે નિયમ પૂર્વક ઋતુચર્યાનું પાલન કરવામાં આવે તો આરોગ્યને આંચ પણ આવતી નથી.

a 212 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-ખાવાનો અર્થ પેટ ભરવું નથી, માણસ કેટલું વધારે ખાય છે અને કેટલું મોઘું ખાય છે એ શ્રેષ્ઠ ભોજનનું માપદંડ નથી, પણ મનુષ્યને આહારમાંથી મળતી શકિતએ ભોજનની શ્રેષ્ઠ પારા શીશી છે. આથી જ તો દરેક વ્યક્તિએ હિતકારી, સાત્વિક, ઋતુ અનુસાર શરીરની પાચન શક્તિ મુજબ સુપાચ્ય આહાર લેવો જોઈએ .

a 215 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-ઉનાળામાં શક્ય તેટલું વધારે પાણી પીવું જોઈએ, લીંબુનું શરબત, નાળિયેરનું પાણી, ફાલસાનું શરબત, કોકમનું શરબત, વરિયાળીનું શરબત, મોળી છાશ વધુ પ્રમાણમાં લેવા જોઈએ.

Health / શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

a 216 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-ઉનાળામાં નાસ્તો સૌથી વધુ કેલરી ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ લંચ તેનાથી થોડુ ઓછુ અને રાત્રિનું ભોજન ખુબ જ ઓછુ હોવું જોઈએ.

a 217 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-ખાટા- મીઠાં ફળોનું સેવન ઉનાળામાં વધુ પ્રમાણમાં કરવું જોઈએ, અને એમાં પણ અત્યારે જ્યારે કોરોનાનાં મહામારીએ જોર પકડ્યું છે, ત્યારે વિટામિન સી ધરાવતા ફળો વધારે પ્રમાણમાં લેવા જોઈએ.

a 218 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

– બપોરનાં ભોજનમાં કાંદા – કેરીનું કચુંબર, સલાડ સૂપ – મોળી છાશ હિતદાયી છે. તળેલી વાનગીઓ, મીઠાઈ વગેરે બને ત્યાં સુધી ના લેવા. વાસી ભોજન ન કરવું. ફળો પણ ખાતી વખતે જ કાપીને ખાવાં જોઈએ. ભોજન પછી મોળી છાશ પીવી જોઈએ. બજાર કે લારીઓમાં મળતાં ફળ, કાપીને તૈયાર રાખેલાં ફળો ખાવાં નો આગ્રહ નાં રાખવો જોઈએ.

a 219 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-કેરીનો રસ પણ ઘરે જ બનાવવો જોઈએ. બહારના રસ કરતાં ઘરે તાજો કાઢીને રસ કે જ્યુસ પીવાં તે ઉત્તમ છે.

a 220 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-દિવસમાં બેથી ત્રણ વાર સ્વચ્છ પાણીથી સ્નાન કરવું જોઈએ. ન્હાવાના પાણીમાં ડેટોલ, યુ.ડી. કોલોન નાંખી શકાય. ગુલાબજળ, કડવાં લીમડાનાં પાન ઉકાળીને ઠંડા કરાયેલા પાણીથી સ્નાન કરવાથી અળાઈની સમસ્યા નથી થતી. કેસુડાના પાણીથી પણ નહાઇ શકાય.

a 221 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

-ટૂંકમાં કહીએ તો, પ્રમાણસર લેવાયેલો આહાર અને વિધિવતનો વિહાર બળબળતા બપોરને પણ આહલાદક અને ખુશમિજાજ બનાવી શકે છે. ખાટાં – મીઠાં ફળો ને ખાવાનો અને ફળોનાં રાજા એવાં કેરીનાં રસની લિજ્જત માણવાની મજા જે ભર ઉનાળામાં હોય છે એ બીજે ક્યાંય નથી.

Health / શું તમને કોરોના થઇ ચુક્યો છે? તો આ આયુર્વેદિક ઉપાયો વિશે જાણો, રોગપ્રતિકારક શક્તિ મેળવવામાં કરશે મદદ

a 222 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

વળી, ઉનાળા માં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોવાથી શરીર રોગો થી ગ્રસ્ત થવાની શક્યતા ઓ ઘણી જ વધી જાય છે જેથી ઉનાળા માં ઊલટી, એસિડિટી, અપચો, આંખો માં બળતરા વગેરે રોગો થવાની સંભાવના વધુ રહે છે.

1 1 ઉનાળામાં શરીર સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખશો? જાણો આ ઋતુમાં શું લેવો જોઇએ આહાર

આવતા અંક માં ઉનાળા માં થતાં રોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું.

ડો. જાહ્નવી બેન ભટ્ટ
મોબાઈલ નંબર : 9428598098

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ