Healthy Food/ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ‘ગરવો સરગવો!’

ઈડલીની બાજુમાં વરાળ કાઢતા સંભારમાં તરતો શીંગ (drum stick)નો ત્રણ ઇંચનો પોચો ટૂકડો શોભાનો ગાંઠિયો નથી હોતો. ડ્રમ સ્ટિકનાં ટૂકડાને ચમચીથી સાઇડમાં ધકેલી દેતી હૈયાફૂટલી નવી પેઢીને

Health & Fitness Lifestyle
healthy

ઈડલીની બાજુમાં વરાળ કાઢતા સંભારમાં તરતો શીંગ (drum stick)નો ત્રણ ઇંચનો પોચો ટૂકડો શોભાનો ગાંઠિયો નથી હોતો. ડ્રમ સ્ટિકનાં ટૂકડાને ચમચીથી સાઇડમાં ધકેલી દેતી હૈયાફૂટલી નવી પેઢીને કેમ સમજાવાય કે એ ‘સો શાકનો માસો’ ગરવો સરગવો છે! ધીમે ધીમે પોતાની શાખ ગુમાવતા જતા સરગવાને ફૂડ ટેકનૉલોજિસ્ટો અને ન્યૂટ્રિશનિસ્ટોએ એલોવેરાની જેમ જીવતદાન આપ્યું મને કુદરત પર માન છે. હું હેરત પામું છું કે એલોવેરા અને સરગવાનાં પોચા ગરમાં કેવું સામ્ય છે! રિસર્ચર્સ એવું છાતી ઠોકીને કહે છે કે સરગવાથી આંખમાં તેજ આવે અને લોહી પ્યૂરિફાય થાય છે. તમે માનશો નહીં પણ વર્ષોના સંશોધન પછી સરગવો એક પ્રાકૃતિક ‘વોટર પ્યુરીફાયર’ સાબિત થયો છે.

What are the benefits of eating drumsticks?: Unbelievable benefits of  drumsticks - Times of India

વાયટામિન, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર સરગવો હાડકાંનાં સાંધાઓ મજબૂત રાખવા માટે શ્રેષ્ઠ ફૂડ છે. એમાં પણ ની-જોઇન્ટ્સની તકલીફ સામે તો સરગવો રામબાણ ઔષધિયુક્ત ખોરાક હોવાનો કરવામાં આવતો દાવો સાવ ખોટો તો નહીં જ હોય!
દુનિયાભરમાં ઢાંકણીનાં દુ:ખાવાથી ‘વોય વૉય’ કરતા દર્દીઓની સંખ્યા ભયભીત હાર્ટ પેશન્ટ્સની સંખ્યા કરતાં વીજળી વેગે વધતી જાય છે ત્યારે આ ‘મિરેકલ સ્ટિક’ની દુનિયાભરમાં બોલબાલા થાય એમાં મને જરા પણ નવાઈ નથી લાગતી. માત્ર આફ્રિકા અને હિમાલયની તળેટીઓમાં ઊગતી આ ચમત્કારી ઔષધિની હિલોળા લેતી ‘મેજિક વેન્ડ’ તો હવે સાગડીવીડી અને ભીમજીપુરા ગામની સીમમાં ય ઊગતી હશે. શિયાળુ શાક માર્કેટમાં પહોંચો, સરગવાનાં ભારા તમારું હરખભેર સ્વાગત કરશે.

Fresh Drumstick Vegetables from India, Veg Drumstick, ड्रमस्टिक वेजिटेबल -  Srisha Global Enterprises, Chennai | ID: 14587567373

સરગવાનાં શાકની ઘણી સેસિપી છે. ચણાના લોટમાં, ક્લિયર સૂપ, સરગવો-બટાકા, સરગવો-વેજિટેબલ કરી, સંભાર કરી વિગેરે. પણ સાહેબ, બેસન સાથે સરગવાની રેસિપી સર્વોત્તમ! એક્સ્ટ્રા તજ લવિંગનાં તમતમતા વઘાર કરેલ ચણાનાં લોટનાં રઘડ (જાડી કઢી)માં સરગવાનાં બાફેલા ટૂકડા નાખી ઘટ્ટ બને ત્યાં સુધી ઉકાળતા જવાનું, હલાવતા જવાનું. મોટા ફ્લેટ બાઉલમાં પીરસાસાય ત્યારે પીળી ગ્રેવીમાં ડૂબડૂબા આછા પોપટી રંગનાં સરગવાનાં ટૂકડાનું ફેબ્રિક મનમોહક લાગે. આ એક જ રેસિપી એવી છે જે બનાવવી સરળ છે. પહેલાં ધમાકેદાર જાડી કઢી હલાવતા જવાની જ્યારે બીજી તરફ વરાળથી બફાયેલ સરગવાનાં લાંબા ટૂકડા ઊમેરીને ફરી મંથન કરવાનું. બસ, સિમ્પલ! પણ સાહેબ, સરગવો ખાવાનો ન હોય, મનભરી માણવાનો હોય. એ માણવાની આવડત દાદ માગી લે છે. કઢીમાં ડૂબેલી શીંગ એક પછી એક ચૂસતા જવાની અને છાલ ફેંકતા જવાની. બાજુમાં છોતરાંની ઢગલી બની જાય, જેની ગાય પણ જ્યાઆફત ઊડાવે. મોણ નાખેલ ઘઉં-બાજરાની ‘સતપડી’ રોટલી અને લીલી ડુંગળીનાં બાઇટ લેતાં લેતાં આ ફળફળતો સરગવો આરોગવાનો શોખ હોવો જોઈએ.જેમણે ગુણકારી અને કુણો સરગવો ખાધો નથી કે ભાવતો નથી એમણે બનાને ઢાંકણીનાં ઑપરેશન કરાવવાં પડે તો  દયા નહીં આવે.તમારી બત્રીસીનાં ઉપર-નીચેનાં બે-બે દાંત સબળા હોય ત્યાં સુધી તમે સરગવાનાં શાકનો આસ્વાદ લઈ શકો છો.

How To Use Drumsticks? - NDTV Food

                                                                                                                                                                                                       મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…