જામનગર/ સો. મીડિયા પર PM મોદી અને હીરાબા અંગે અભદ્ર ટિપ્પણી કરવી યુવકને પડી ભારે

જામનગર નજીક આવેલા સિક્કા ગામે રહેતા અને શેરબજારનો ધંધો કરતા શખસે વડાપ્રધાન અને તેમની માતા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જામનગર એસઓજીએ તેની સામે ગુનો નોંધી તેની અટક કરી 2 દિવસના રિમાન્ડ પર લીધો છે.

Gujarat Others
હીરાબા

જામનગરમાં શેરબજાર (Stock market)નો ધંધો કરતા એક શખ્સએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને તેમની માતા હીરાબા (Hiraba)વિશે અપશબ્દો બોલીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જામનગર પોલીસને આ ઘટનનાની જાણ થતા પોલીસે આરોપી અફઝલ લાખાણની ધરપકડ કરી હતી.અને કોર્ટમાં  રિમાન્ટ માગ્યા હતા. ત્યારે કોર્ટએ બે દિવસના રિમાન્ટ મંજુર કર્યા છે. જેથી પોલીસ જાણી શકે. કે તેણે આ વિડિયો કેમ બનાવ્યા અથવા તો કોના કેહવા પર બનાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું અવસાન થોડા દિવસ પહેલા જ થયું હતુ.

જામનગર (Jamnagar) નજીક આવેલા સિક્કા ગામે રહેતા અને શેરબજારનો ધંધો કરતા 40 વર્ષીય અફઝલ કાસમભાઈ લાખાણી નામનો શખસ જે મૂળ ભાવનગરવાળો છે તેણે પોતાના સોશિયલ મીડિયાના પેજ પર ગુજરાત ત્રસ્ત, ભાજપા મસ્ત નામના એકાઉન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમની માતા હીરાબા વિરુદ્ધ ગેરશબ્દનો ઉલ્લેખ કરી તેને વાયરલ કર્યું હતું.

આ અંગેની જાણકારી જામનગર એસઓજીને મળતા તેમણે તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી અફઝલની ધરપકડ (arrest) કરી હતી અને તેની સામે કાવતરા સહિત માનહાની, સુલેહ શાંતિ ભંગ તેમજ સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ સહિતની કલમો અંગે ગુનો દાખલ કરી તેની અટક કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપવા હુકમ કર્યો હતો જે પરથી આ શખસે ક્યા કારણોસર આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તે જાણી શકાશે.

આરોપીએ ફેસબુક એપમાં અફજલ લાખાણી (vulgar comments on social media accused caught )નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલ્યું છે. જે એકાઉન્ટમાંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઝ તથા અનેકો અકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. આ આરોપી  સોશિયલ મીડિયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈડીમાંથી કોમેન્ટ કરે છે જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:ધોળા દિવસે મોટા દહીસરા ગામ પાસે યુવાનની હત્યા

આ પણ વાંચો:જનેતા જ બની દુશ્મન, ત્રીજા માળેથી માસૂમને ફેંકી નીચે

આ પણ વાંચો:ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક તો ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ બસ, 9 લોકોના મોત, 32 ઘાયલ