Bollywood/ “હું દીપિકા પાદુકોણનો પતિ” રણવીર સિંહે કેમ આ રીતે આપી પોતાની ઓળખ જાણો…

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કોઈ પરિચયના મહોતાજ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે હોલીવુડ, આખી દુનિયામાં તે પાવર કપલ તરીકે ઓળખાય છે

Trending Entertainment
11 7 "હું દીપિકા પાદુકોણનો પતિ" રણવીર સિંહે કેમ આ રીતે આપી પોતાની ઓળખ જાણો...

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કોઈ પરિચયના મહોતાજ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે હોલીવુડ, આખી દુનિયામાં તે પાવર કપલ તરીકે ઓળખાય છે. હાલમાં જ દીપિકા રણવીરનું નામ એશિયાના સૌથી ધનીક કપલની યાદીમાં પણ સામેલ થયું હતું, જે બાદ તેમની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા હતા. રણવીર-દીપિકાએ અમેરિકામાં એક ઈવેન્ટમાં પાર્ટી કરી, જ્યાં રણવીરે કંઈક એવું કહ્યું કે દીપિકા પણ શરમથી હસ્યા વગર રહી શકી નહીં.

unnamed file "હું દીપિકા પાદુકોણનો પતિ" રણવીર સિંહે કેમ આ રીતે આપી પોતાની ઓળખ જાણો...

દીપિકાને યુએસમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં રણવીર પણ દીપિકા સાથે પહોંચ્યો હતો, અને સ્ટેજ પણ શેર કર્યો હતો. રણવીર  તેના નિખાલસ સ્વભાવ માટે જાણીતો છે. વાતચીત દરમિયાન રણવીરે ગર્વથી લાગણીઓ વ્યક્ત કરી હતી. રણવીરે કહ્યું મને કોણ નથી ઓળખતું, ‘હું એ વ્યક્તિ છું  જેને કોઈ પરિચયની જરૂર નથી, હું દીપિકા પાદુકોણનો પતિ છું.’ રણવીરના આ નિવેદન પર દીપિકા પાદુકોણ પણ શરમાઈ ગઈ અને હસ્યા વગર રહી શકી નહીં. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં શંકર મહાદેવનની કોન્સર્ટ પણ રાખવામાં આવી હતી. જ્યાં રણવીર અને દીપિકા સિવાય દીપિકાની માતા ઉજાલા પાદુકોણ, બહેન અનીશા પાદુકોણ અને પિતા પ્રકાશ પાદુકોણ પણ સાથે હતા. આખો પાદુકોણ પરિવાર એકસાથે કોન્સર્ટની મજા લેતો જોવા મળ્યો હતો. જયારે શંકર મહાદેવને તેમની પત્ની સંગીતા મહાદેવન સાથે પોઝ પણ આપ્યો હતો. ચાહકો આ યુએસ કોન્સર્ટમાં તેમના મનપસંદ સેલેબ્સને જોઈને ખુશ થયા હતા.

unnamed file 1 "હું દીપિકા પાદુકોણનો પતિ" રણવીર સિંહે કેમ આ રીતે આપી પોતાની ઓળખ જાણો...

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. પઠાણમાં દીપિકા શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય દીપિકા પાસે ફાઈટર, ધ ઈન્ટર્નની હિન્દી રિમેક, મહાભારત અને પ્રોજેક્ટ કે જેવી મોટી ફિલ્મો છે. જયારે રણવીર સિંહની આગામી ફિલ્મોની યાદી પણ ઘણી લાંબી છે. તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટી નિર્દેશિત સર્કસ, કરણ જોહરની રોકી અને રાનીની લવ સ્ટોરીમાં જોવા મળશે.