ICC men's ODI team of the year/ ICCએ કરી 2022 વન ડે ટીમની કરી જાહેરાત,ભારતના માત્ર બે ખેલાડીઓને સ્થાન,જાણો ટીમની કમાન કોને સાેપાઇ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2022 માટે ODI ટીમ ઓફ ધ યર પસંદ કરી છે. ICCની આ 11 સભ્યોની ટીમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી

Top Stories Sports
7 29 ICCએ કરી 2022 વન ડે ટીમની કરી જાહેરાત,ભારતના માત્ર બે ખેલાડીઓને સ્થાન,જાણો ટીમની કમાન કોને સાેપાઇ

ICC men’s ODI team of the year:   ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2022 માટે ODI ટીમ ઓફ ધ યર પસંદ કરી છે. ICCની આ 11 સભ્યોની ટીમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી. ICCએ પોતાની ટીમની કપ્તાની પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના હાથમાં સોંપી છે.ICCની આ ODI ટીમમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ખેલાડી છે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ. આ ટીમમાં ન્યૂઝીલેન્ડના ટોમ લાથમને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે, જે ભારતીય શ્રેણીમાં કેપ્ટનશિપ પણ સંભાળી રહ્યો છે.

2022 માટે ICC ODI ટીમ જાહેર કરી

1. બાબર આઝમ (કેપ્ટન), પાકિસ્તાન)
2. ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા
3. શાઈ હોપ – વેસ્ટ ઈન્ડિઝ
4. શ્રેયસ અય્યર – ભારત
5. ટોમ લાથમ (વિકેટકીપર) – ન્યુઝીલેન્ડ
6. સિકંદર રઝા – ઝિમ્બાબ્વે
7. મેહદી હસન મિરાજ – બાંગ્લાદેશ
8. અલઝારી જોસેફ – વેસ્ટ ઈન્ડિઝ
9. મોહમ્મદ સિરાજ – ભારત
10. ટ્રેન્ટ બોલ્ટ – ન્યુઝીલેન્ડ
11. એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા

શ્રેયસ અય્યર માટે છેલ્લું વર્ષ એટલે કે 2022 શાનદાર રહ્યું. તે ભારતીય ટીમ માટે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે 17 મેચમાં 724 રન બનાવ્યા હતા. પરંતુ આ નવા વર્ષની 2023ની શરૂઆત તેના માટે સારી રહી નથી. અય્યરે આ વર્ષે ત્રણ મેચ રમી છે.

શ્રેયસે શ્રીલંકા સામેની ODI શ્રેણીની ત્રણેય મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ અય્યરે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમાં બે ફિફ્ટી મૂકવામાં આવી હતી. એટલે કે શ્રેયસ અય્યર 2022ની જેમ આ વર્ષે પણ પોતાની આગ દેખાડી શક્યો નથી. શ્રેયસ પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન વનડે શ્રેણીમાંથી બહાર છે.

Advance Booking/ વિવાદ બાદ પઠાણ ફિલ્મે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડયા,જાણો