Not Set/ ICC World Cup : સેમીફાઈનલની ટીકીટ મેળવવા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ તૈયાર, જાણો બંન્ને ટીમોની શું રહેશે રણનીતિ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નો મુકાબલો  ચેસ્ટર લી સ્ટ્રીટનાં રિવરસાઈડ ક્રિકેટ મેદાન પર રમાઇ રહ્યો છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બાટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત વિરુદ્ધ મળેલી શાનદાર જીતથી ઉત્સાહિત ઈંગ્લેન્ડ આ મેચમાં જીત દાખલ કરી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરવાનો પ્રયત્ન કરશે. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ માટે પણ […]

Top Stories Sports
CWC 2019 Match 41 England vs New Zealand Match Detail and Prediction ICC World Cup : સેમીફાઈનલની ટીકીટ મેળવવા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ તૈયાર, જાણો બંન્ને ટીમોની શું રહેશે રણનીતિ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નો મુકાબલો  ચેસ્ટર લી સ્ટ્રીટનાં રિવરસાઈડ ક્રિકેટ મેદાન પર રમાઇ રહ્યો છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બાટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત વિરુદ્ધ મળેલી શાનદાર જીતથી ઉત્સાહિત ઈંગ્લેન્ડ આ મેચમાં જીત દાખલ કરી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરવાનો પ્રયત્ન કરશે. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ માટે પણ આ મેચ કરો યા મરો બરાબરની છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

આજની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચમાં બંન્ને ટીમો એક એવી સ્થિતિમાં આવીને ફયાઇ છે કે અહીથી તેમને સેમીફાઈનલમાં પહોચવુ હોય તો આ મેચ જીતવી જરૂરી છે. ન્યૂઝીલેન્ડ ટીમની વાત કરીએ તો તેના આ ટૂર્નામેન્ટમાં 11 પોઇન્ટ છે તો બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ ભારતને હરાવી 10 અંક સુધી પહોચી ગઇ છે. સેમીફાઈનલમાં પ્રવેશ માટે માત્ર આ મેચ જીતવી જરૂરી છે. આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મળેલી હાર બાદ ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમે આ આલોચનાને સકારાત્મક રીતે લેતા ભારતની વિરુદ્ધ શાનદાર કમબેક કરતા તેણે 31 રનોથી હરાવી તેની સેમીફાઈનલમાં પહોચવાની આશાને જીવંત રાખી હતી.

વિશ્વકપની વાત કરીએ તો વર્ષ 1983થી 2015 સુધી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચ રમાઇ ચુકી છે, જેમા ઈંગ્લેન્ડને એક પણ મેચમાં જીત મળી નથી. જેને ધ્યાને લેતા આ મેચ તેના માટે એક ચેલેન્જથી ઓછી નહી રહે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

શું રહેશે રણનીતિ

ઈંગ્લેન્ડની ટીમમાં જેશન રોયનાં આવ્યા બાદ ટીમે ભારત વિરુદ્ધ તાબડતોડ 337 રન બનાવી અંતે જીત મેળવી હતી. આ મેચમાં જીતનો હિરો જોની બેયરસ્ટો રહ્યો હતો. તેણે પોતાની ઈંનિગ્સમાં 111 રન બનાવ્યા હતા. જો આ બંન્ને જોડી શરૂઆતમાં તાબડતોડ બેટિંગ કરી 100થી વધુ રનની ભાગેદારી કરે છે તો ઈંગ્લેન્ડ એક મોટો લક્ષ્ય આપવામાં સફળ રહી શકે છે. જો કે ઈંગ્લેન્ડની ટીમને ન્યૂઝીલેન્ડનાં એક બોલર ટીમ સાઇદીથી સાવધાન રહેવાની જરૂર છે જે ટૂર્નામેન્ટમાં તેની પહેલી મેચ રમશે. ન્યૂઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમસન ફોર્મમાં ચાલી રહ્યો છે તેણે આ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી છે. ટીમને ટાર્ગેટ જે મળે તેને પહોચી વળવા કેપ્ટન વિલિયમસનને પોતાની વિકેટ ટકાવી રાખવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.