Not Set/ વિશ્વકપની ફાઈનલ મેચમાં ICC વર્ષો જુની પરંપરા તોડી શકે છે, જાણો પૂરી વિગત

આઈસીસી વિશ્વકપની સેમીફાઈનલનો પહેલો મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 જુલાઈનાં રોજ જોવા મળશે. જ્યારે બીજી સેમીફાઈનલ મેચનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈનાં રોજ જોવા મળશે. વિશ્વકપની ફાઈનલ મેચ 14 જુલાઈનાં રોજ લોડ્સનાં મેદાને થવાની છે. ત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે ICC પોતીની પરંપરાથી હટીને આ વૈશ્ચિક સંસ્થાનાં પ્રમુખની જગ્યાએ કોઇ […]

Top Stories Sports
ICC Cricket World Cup CS વિશ્વકપની ફાઈનલ મેચમાં ICC વર્ષો જુની પરંપરા તોડી શકે છે, જાણો પૂરી વિગત

આઈસીસી વિશ્વકપની સેમીફાઈનલનો પહેલો મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 જુલાઈનાં રોજ જોવા મળશે. જ્યારે બીજી સેમીફાઈનલ મેચનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈનાં રોજ જોવા મળશે. વિશ્વકપની ફાઈનલ મેચ 14 જુલાઈનાં રોજ લોડ્સનાં મેદાને થવાની છે. ત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે ICC પોતીની પરંપરાથી હટીને આ વૈશ્ચિક સંસ્થાનાં પ્રમુખની જગ્યાએ કોઇ પૂર્વ દિગ્ગજ ખેલાડીને વિશ્વકપ ટ્રોફી પ્રદાન કરવા માટે આમંત્રિત કરી શકે છે.

sachin tendulker84878 વિશ્વકપની ફાઈનલ મેચમાં ICC વર્ષો જુની પરંપરા તોડી શકે છે, જાણો પૂરી વિગત

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વર્તમાન પરંપરા મુજબ લોડ્સમાં 14 જુલાઈનાં રોજ ફાઈનલ મેચમાં વિજેતા ટીમને તાજેતરનાં ચેયરમેન શશાંક મનોહરએ ટ્રોફી આપવી જોઇએ. પરંતુ જો 2015 વિશ્વકપ વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્ક કે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર ટ્રોફી પ્રદાન કરે છે તો કોઇ નવાઇ નહી લાગે. તેવી પણ સંભાવનાઓ છે કે બ્રિટિશ શાહી પરિવારનો કોઇ સભ્યને ટ્રોફી પ્રદાન કરવા માટે બોલાવવામાં આવી શકે છે. આઈસીસીમાં આ ઘટનાથી અવગત બીસીસીઆઈનાં સુત્રનું કહેવુ છે કે, અમે 2015માં જોયુ હતુ કે જ્યારે પરંપરાથી હટીને આઈસીસીનાં તત્કાલિન અધ્યક્ષ મુસ્તફા કમાલની જગ્યાએ તત્કાલિન ચેયરમેન એન શ્રીનિવાસને વિજેતા ટ્રોફી સોંપી હતી. આ સમયે ઘણા સવાલો પણ ઉઠ્યા હતા. તેમનું કહેવુ છે કે, તે વાત પર પણ ચર્ચા થઇ હતી કે શું કોઇ દિગ્ગજ ક્રિકેટર ટ્રોફી પ્રદાન કરી શકે છે કારણ કે બકિંઘમ પેલેસથી પુષ્ટી મળવામાં થોડો સમય લાગશે. પરંતુ અમે સાંભળ્યુ છે કે આઈસીસીએ બકિંઘમ પેલેસમા નિમંત્રણ મોકલાવ્યુ છે.

Michael John Clarke 1440128911 વિશ્વકપની ફાઈનલ મેચમાં ICC વર્ષો જુની પરંપરા તોડી શકે છે, જાણો પૂરી વિગત

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મળતી માહિતી અનુસાર કમાલને તે સમયે એટલા  માટે ટ્રોફી પ્રદાન કરવાના સન્માનથી વંચત રાખવામાં આવ્યા કારણ કે તેમણે ક્વોર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશની ભારતનાં હાથે હાર માટે ખોટી એમ્પાયરિંગને જવાબદાર ઠહેરાવી હતી. તેમણે આ ઘટના બાદ આઈસીસી પદથી પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. સચિન તેંડુલકરનાં વિશ્વ ક્રિકેટમાં કદને જોતા ટ્રેફી પ્રદાન કરવા માટે તેમના નામની પણ ચર્ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.