misbehaving/ તમારા બાળકો વધુ પડતુ ‘મીસ બિહેવ’ કરતા હોય, તો તેને સુધારવા આ 5 સરળ ટિપ્સ અજમાવો

બાળકના ખરાબ વર્તન કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ

Lifestyle Health & Fitness
Beginners guide to 3 તમારા બાળકો વધુ પડતુ 'મીસ બિહેવ' કરતા હોય, તો તેને સુધારવા આ 5 સરળ ટિપ્સ અજમાવો

બધા માતાપિતા ઇચ્છતાં હોય છે કે તેમનો બાળક મોટો થઈને જીવનમાં પ્રગતિ કરે. પરંતુ ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે બાળક પર પૂરેપૂરું ધ્યાન આપવા છતાં બાળક ઘણી વાર વધુ પડતો ગુસ્સો કરતો હોય છે અથવા લોકો સાથે ખરાબ રીતે વાત કરે છે. બાળકોનો આવો સ્વભાવ માત્ર સામાજિક સંબંધોને અવરોધે છે, પરંતુ તે બાળકના વિકાસ પર નકારાત્મક અસર કરે છે. જો તમારા બાળકમાં પણ વધુ પડતી મિસ બિહેવની આદત જોવા મળી રહ્યી છે, તો તેને ઠપકો આપવાને બદલે શાંત રહો અને આ ટિપ્સ અજમાવો. ચાલો તમને જાણાવીએ આવા બાળકોને સુધારવા માટે માતા-પિતાએ કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

બાળકના આવા વર્તનનું કારણ સમજો
જો તમને લાગે છે કે તમારું બાળક અચાનક જ લોકો સાથે કે પછી તમારી સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યું છે, તો પહેલા તેના આવું ખરાબ વર્તન કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે બાળકને જોડે બેસાડીને પૂછો કે શાળામાં શિક્ષક કે તેના કોઈ ક્લાસમેટ કંઈ કહ્યું છે. કદાચ આ પ્રશ્ન પરથી તમને ખબર પડશે કે બાળકના આવા વર્તન થવા પાછળનું સાચું કારણ શું છે. આમ કરવાથી તમે તેના વર્તનમાં સરળતાથી સુધારો કરી શકશો

તેના મિત્રો પર પણ ધ્યાન આપો
માતાપિતાને પોતાના બાળકોના મિત્રો કોણ છે તેની ચોક્કસ ખબર હોવી જોઈએ સાથે જ તેનું ગ્રુપ સર્કલ કેવું છે તેની સંપૂર્ણ ખબર હોવી જોઈએ. આ વાત યાદ રાખો કે બાળકના મિત્રોના વર્તનની અસર બાળકના સ્વભાવ પર પણ પડી શકે છે.

તમારા બાળકોને સમય આપો
કેટલીકવાર તમારો બાળક તમારી વાત નથી સાંભળતું કારણ કે તે થાકેલું અથવા ગુસ્સે હોય છે. આવી સ્થિતિમાં તેની સમસ્યા સમજવાનો પ્રયાસ કરો અને તેમને થોડો સમય આપો. આવા સમય દરમિયાન જ્યારે તમારો મૂડ સારો હોય ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવાને બદલે તેમને પ્રેમથી સમજાવો કે માતા-પિતા તેમની પાસેથી શું ઈચ્છે છે. જો તમે આ કરો છો, તો બાળક ખરાબ વર્તન કરવાનું ટાળશે.

જેવી ભૂલ છે, તેવી જ સજા છે

બાળકને તેની ભૂલો પ્રમાણે સજા આપો. ઘણી વખત માતા-પિતા નાની-નાની ભૂલો પર પણ વધુ પડતો ગુસ્સો કરતા હોય છે, બાળકને સજા આપવા લાગે છે. ત્યારે આવું ન કરો, તમારા આમ કરવાથી બાળકનો આત્મવિશ્વાસ નબળો થશે અને તે તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે.

યુનિસેફ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો માતા-પિતા તેમના બાળકો માટે સમય કાઢતા નથી અને તેમની સમસ્યાઓ સાંભળતા નથી તો આવા બાળકો તેમના માતા-પિતા અથવા અન્ય લોકો સાથે ખરાબ વર્તન કરવા લાગે છે અને જિદ્દી બની જાય છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, ટીવી અને મોબાઇલ બંધ કરો અને તમારા બાળક માટે વ્યક્તિગત સમય કાઢો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે

આ પણ વાંચો : પીરિયડ્સ miss થવાથી ગર્ભાવસ્થાની શકયતા , ના ! અન્ય કારણો પણ છે જવાબદાર, જાણો

આ પણ વાંચો : /જાપાનમાં સ્ટ્રેપથ્રોટ ઈન્ફેક્શનનો ભય, ઓળખો તેના લક્ષણો