Immigration rules/ UAEમાં આવતીકાલથી બદલાશે ઈમિગ્રેશન નિયમો, ભારતીયોને થશે ફાયદો,જાણો

આ સિવાય મલ્ટી એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા પણ સામેલ છે. આ અંતર્ગત હવે મુલાકાતીઓ 90 દિવસ સુધી UAEમાં રહી શકશે.

Top Stories World
9 2 UAEમાં આવતીકાલથી બદલાશે ઈમિગ્રેશન નિયમો, ભારતીયોને થશે ફાયદો,જાણો

UAEએ ગયા મહિને ઈમિગ્રેશન  નિયમોમાં નવો ફેરફાર કર્યો છે, જે સોમવારથી દેશમાં લાગુ કરવામાં આવશે. નવા વિઝા નિયમોમાં 10 વર્ષની ગોલ્ડન વિઝા સ્કીમ, કુશળ કામદારો માટે પાંચ વર્ષનો ગ્રીન રેસિડેન્સી વિઝા સામેલ છે. આ સિવાય મલ્ટી એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા પણ સામેલ છે. આ અંતર્ગત હવે મુલાકાતીઓ 90 દિવસ સુધી UAEમાં રહી શકશે.

ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારથી પ્રવાસીઓ તેમજ અહીં કામ કરવા અથવા UAEમાં રહેવા માંગતા લોકો પર મોટી અસર પડશે. જો કે આ નવા નિયમોથી ભારતને ફાયદો થશે. આનું કારણ એ છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતીયો વસ્તીનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. એવો અંદાજ છે કે અહીં 20 લાખથી વધુ વિદેશીઓ વસે છે, જે યુએઈની કુલ વસ્તીના 27 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં, ચાલો અમે તમને UAEના નવા ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર વિશે 10 મોટી બાબતો જણાવીએ…

જો કોઈ વિદેશીને પાંચ વર્ષનો ગ્રીન વિઝા જોઈતો હોય તો તેને સરળતાથી મળી જશે. તે પણ અહીંના નાગરિકો કે તેમના એમ્પ્લોયર પાસેથી મદદ માગ્યા વિના. આ વિઝા માત્ર ફ્રીલાન્સર્સ, કુશળ કામદારો અને રોકાણકારો માટે જ ઉપલબ્ધ હશે

ગ્રીન વિઝા ધારકો તેમના પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરી શકે છે.

જો ગ્રીન વિઝા ધારકની પરમિટ સમાપ્ત થાય છે, તો તેને રિન્યુ કરવા માટે છ મહિના સુધીનો સમય આપવામાં આવશે.

ગોલ્ડન રેસિડેન્સ વિઝા સ્કીમ હેઠળ, UAEની સરકાર રોકાણકારો, ઉદ્યોગસાહસિકો માટે અસાધારણ પ્રતિભા ધરાવતી વ્યક્તિને 10 વર્ષની નાગરિકતા આપશે.

ગોલ્ડન વિઝા ધારક પરિવારના સભ્યો અને બાળકોને સ્પોન્સર પણ કરી શકે છે.

નવા નિયમો અનુસાર, ગોલ્ડન વિઝા ધારકના પરિવારના સભ્યો વિઝા ધારકના મૃત્યુ પછી પણ યુએઈમાં રહી શકશે, જ્યાં સુધી તેનો વિઝા માન્ય છે.

ટૂરિસ્ટ વિઝા હેઠળ હવે લોકો UAEમાં 60 દિવસ સુધી રહી શકશે.

ગોલ્ડન વિઝા ધારકો પાસે અહીં તેમના વ્યવસાયની 100% માલિકી હશે.

પાંચ વર્ષનો મલ્ટી-એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા લોકોને યુએઈમાં સતત 90 દિવસ સુધી રહેવાની મંજૂરી આપશે.

જો કોઈ નોકરી માટે યુએઈ આવવા માંગે છે તો તેને જોબ એક્સપ્લોરેશન વિઝા આપવામાં આવશે.

જોબ એક્સપ્લોરેશન વિઝા પ્રોફેશનલ્સને યુએઈમાં બિનપ્રાયોજિત નોકરીઓ શોધવામાં મદદ કરશે.