Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીની અસર, CAની પરીક્ષાની તારીખોમાં કરાયો બદલાવ,  આજે પ્રથમ તબક્કા માટે કરાશે નોટિફિકેશન

લોકસભા ચૂંટણીની આજથી શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગયા અઠવાડિયે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી હતી.

Top Stories India
Beginners guide to 66 2 લોકસભા ચૂંટણીની અસર, CAની પરીક્ષાની તારીખોમાં કરાયો બદલાવ,  આજે પ્રથમ તબક્કા માટે કરાશે નોટિફિકેશન

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ)ની પરીક્ષાના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણીની તારીખો CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ)ની પરીક્ષા સાથે કલેશ થતા આ બદલાવ કરાયો છે. 19 એપ્રિલથી ચૂંટણી શરૂ થવાની છે અને ચૂંટણી પરિણામ 7 જૂને છે. જેને અનુલક્ષીને CA ઇન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાની તારીખોમાં બદલાવ કરાયો છે.

CA ની પરીક્ષાની તારીખો બદલાઈ
CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ)ની પરીક્ષાની નવી તારીખોની સત્તાવાર જાહેરાત 19 માર્ચે કરવામાં આવી. આ જાહેરાત મુજબ ઈન્ટરમીડિએટ ગ્રૃપ 1 અને ફાઇનલ ગ્રુપ 1 અને 2ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. ઇન્ટરમીડિએટ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 9 મેએ લેવાશે. જ્યારે ફાઈનલ ગ્રૃપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મેએ લેવાશે. ફાઈનલ ગ્રુપ 2ની પરીક્ષા 10, 14 અને 16 મેએ લેવાશે. જણાવી દઈએ કે ગુજરાતમાં 7મી મે મતદાન થવાનું છે. CAની પરીક્ષાની તારીખો જાહેર કરવા સાથે ICAIએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર/સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

પ્રથમ તબક્કાનું નોટિફિકેશન

લોકસભા ચૂંટણીમાં આજે બુધવાર (20 માર્ચ)થી સામાન્ય ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી કરવામાં આવશે. નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. અને તમામ રાજ્યોના ચૂંટણી પરિણામ 4 જૂને જ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિત 21 રાજ્યોના ઉમેદવારો આજ (20 માર્ચ)થી નોંધણી કરી શકશે. પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશમાં 2, આસામમાં 4, મણિપુરમાં 2, મેઘાલયમાં 2, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, સિક્કિમમાં 1, ત્રિપુરામાં 1, આંદામાનમાં 1 નિકોબાર, લક્ષદ્વીપમાં 1. પુડુચેરીમાં 1 ઉપરાંત તમિલનાડુમાં 39, રાજસ્થાનમાં 12, ઉત્તર પ્રદેશમાં 8, મધ્ય પ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 5, ઉત્તરાખંડમાં 5, બિહારમાં 4, પશ્ચિમ બંગાળમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં ચાર કેન્દ્રશાસિત પ્રદેશો પર નોટિફિકેશન જારી કરવામાં આવશે. અને નોમિનેશનની તપાસ 28 માર્ચે કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે.

નોંધણી પ્રક્રિયા

લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જારી થયા બાદ નોમિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. આ અંતર્ગત ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરાવે છે. તે એવો પણ દાવો કરે છે કે ચૂંટણી મેદાનમાં જનતાના મત જીતવા માટે તે યોગ્ય ઉમેદવાર છે. આ ઉમેદવારોએ સબમિટ કરેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે છે અને તે પછી ઉમેદવારી નક્કી કરવામાં આવે છે. ઉમેદવારી નકકી થયા બાદ જ ઉમેદવાર પ્રચાર કરી શકે છે અને પોતાના માટે મત માંગી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી